Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દ્રૌપદી-એક રૂપના તેજમાંથી ઉત્‍પન્ન પાંચ પુત્રોની પત્‍ની

ભગવાન ઇન્‍દ્રના તેજમાંથી પાંચ સ્‍વરૂપો વડે પૃથ્‍વી ઉપર અવતાર લીધા અને તે ઇન્‍દ્રની સાધ્‍વી પત્‍ની શચી કૃષ્‍ણા રૂપે અગ્નિમાંથી ઉત્‍પન્ન થઇઃ યોગેશ્વર યોગ સિધ્‍ધીથી પોતાના શરીરને અનેક પ્રકારના બનાવે છે

પોરબંદરઃ આપણી  સંસ્‍કૃતિનો મુખ્‍ય આધાર સ્‍તંભ ચાર વેદ ઋણ વેદ યર્જૃવદેદ, સામદેવ, અર્થવેદ, આધાર સ્‍થંભ તેમના ઉપનિષદ બ્રહ્માજી પાસેથી મેળવેલ હોવાનું શાષાોકત કથન છે. જયારે ચારેય વેદની અલગ અલગ વિભીન્નતાનો પ્રત્‍યથી અનુભવ મેળવી સિધ્‍ધી ્‌પ્રાપ્ત કરતા અને અમલમાં વહેવારમાં મુકતા હોય હવન યજ્ઞ યાને ઉર્જાપાસના સિધ્‍ધી પ્રાપ્ત કરતા આમા મુખ્‍યત્‍વે ગાયત્રી મંત્ર સંધ્‍યા હોમ મુખ્‍યત્‍વે. આપણા ઋષી મુનીઓએ સાબીત કરી બતાવેલ છે કે સંધ્‍યા ગાયત્રી દિવસમાં ત્રણ વખત કરવા જણાવેલ છે અને તેની ત્રણ અવસ્‍થા પણ દર્શાવી છે.

સવારના ગાયત્રી સંધ્‍યા કુમારી કૌમારી સ્‍વરૂપ મધ્‍યાન સમયે ગાયત્રી સંધ્‍યા યુવા અને પ્રૌઢ સ્‍વરૂપ સાંજના સમયે વૃધ્‍ધા અવસ્‍થા સ્‍વરૂપ ત્રણેયની ફલશ્રૃતી પણ અલગ અલગ દર્શાવી છે. આર્ય સમાજે આપણા વેદની સ્‍વીકૃતી સ્‍વીકારી છે. આર્ય સંસ્‍કૃતીનું જતન કર્યુ છે. મહર્ષિ દયાનંદ સરસ્‍વતી મુળ પુર્વાશ્રમ મુળશંકર આપણા સૌરાષ્‍ટ્રના પુર્વ રાજકોટના વર્તમાન મોરબી જીલ્લાના ટંકારા વની બ્રાહ્મણ પરીવારમાં જન્‍મેલ પંજાબ વિગેરેમાં આર્ય સમાજ વૈદીક ધર્મ પ્રચલીત છે.

આપણા ઋષિ મુનીઓની જે તે સમયના યુગ પુરૂષ યાને વૈજ્ઞાનીક આપણી સંસ્‍કૃતી ધર્મ સાથે સંકળાયેલ છે. ઋષિ મુનીની ઉપમા સંશોધને આપેલ છે. વર્તમાન સમયમાં પણ કયારેક ઋષિ મુની શબ્‍દ પ્રયોગ કરાય છે. બહુમાન કરાય છે. કરીએ છીએ. પુર્વ વર્તમાન વિજ્ઞાનીકો ઋષી મુનીની વ્‍યાખ્‍યામાં આવે કે કેમ? સિધ્‍ધ હસત ગણાય !

આર્ય સંસકૃતિમાં અઢાર પુરાણની રચના કરવામાં આવેલ. તેના રીચતા  વ્‍યાસ મુનિ જેને આપણી સંસ્‍કૃતિમાં ભગવાનની ઉપમા આપી છે. અઢારેય પુરાણની ભિન્ન ભિન્ન મહતા રહેલ છે. જે પૈકી સ્‍ક્રંદપુરાણ રામાયણ મહાભારત ગુરૂડપુરાણ અંતમાં સર્વે શ્રેષ્‍ઠ સતર પુરાણનું સંકલન અને સ્‍વયંમ સાક્ષીી ઇશ્વર સ્‍વરૂપ યાને શ્રી કૃષ્‍ણ સ્‍વરૂપ શ્રીમદ ભાગવદને મહાપુરાણ અને મોક્ષવાયી આપણી આર્ય સંસકૃતિએ સ્‍વીકારેલ છે. શ્રીમદ ભગવત ગીતા દિવ્‍ય અલૌકીક ગ્રંથ અને તેમની ઉત્‍પતી  મહાભારતના યુધ્‍ધ સમયે અર્જુને કુરૂક્ષેત્રમાં રથ પરથી નીચે ઉતરી શ્રીકૃષ્‍ણ સમક્ષ ગાંડીવ ચરણમાં ધરી દેતા યુધ્‍ધ ન કરવાની ઇચ્‍છા પ્રદર્શીત કરતા કારણમાં મારા ભાઇઓ અમાર કુળનો નાશ કરી શકુ નહી દોષીત બનવુ નથી. ત્‍યારે શ્રીકૃષ્‍ણે પોતાનું વિરાટ દિવ્‍ય સ્‍વરૂપ અર્જુનને બતાવેલ દર્શન કરાવેલ. તારા પિતરાય ભાઇનો પ્રથમથી હણાય ગયેલા છે તું એક માત્ર નિમિત છે. કર્તા તો હુ છું મુર્ખાવિંદ ખોલી સમગ્ર ઘટના યુધધ પરીણામ દર્શાવે છે. ત્‍યારે સ્‍વયંમ મહામાનવ યોગેશ્વર સ્‍વયંમ સાક્ષાત શ્રી વિષ્‍ણુ સ્‍વરૂપ શ્રી કૃષ્‍ણના સ્‍વમુખેથી શ્રીમદ ભગવતગીતા પ્રગટ થયા સાર આપ્‍યું આજ પણ પાંચ હજાર બસો કરતા વધુ વરસ શ્રીકૃષ્‍ણાવતાર મહાભારત સમયકાળને યુગને થયા પરંતુ શ્રીમદ ભગવત જેવા સ્‍વયંમ સાક્ષાત ઇશ્વર પ્રભુ શ્રીકૃષ્‍ણની વાણી બરોબરી કરી શકેલ. હવે તો પヘમિ દેશો પણ શ્રીમદ ભગવત ગીતાજીજે સ્‍વીકારે છે. અનેક ભાષામાં અનુવાદ થયા દરેક વિવિધ પોતાના તર્કથી ગીતાજીને સ્‍વીકારવા લાગેલ છે. પヘમિ વિજ્ઞાનીકો શ્રીમદ ભગવત ગીતા મહાભારત ગ્રંથ પ્રાધ્નય આપવા લાગ્‍યા છે. મુળ ભાષા દેવનારગીરી સંસકૃત હોવાનું મનાય છે.

 જે દેવભાષા ગણાય છે. શ્રીકૃષ્‍ણ યુગ એટલે મહાભારત યુગ ગણાય છે. આ યુગમાં પાંડવો અધિષ્‍ઠતા ધરાવે છ. તેમની સાથે પાંચ પતી ધરાવતી દ્રૌપદીનું અદિત્‍વ અને અનન્‍ય પ્રાધાન્‍ય છે. જો એક માન્‍યતા એવી છે કે જો દ્રૌપદી ન હોત તો મહાભારત રચાય નહી. અધર્મી કૌરવનો તેમના અધર્મી મિત્રોના નાશ થાત નહી. આપણા ધર્મશાષાોએ દ્રૌપદી સતી તરીકે પણ સ્‍વીકારેલ છે. એક પતિ પાસે ૭ર દિવસ અર્ધાગીની તરીકે ગૃહસ્‍થી જીવન નિભાવતી માતા-કુંતીએ અજાણતા પાંચેય ભાઇઓને સરખે હિસ્‍સે ભાગવા પાડવા જણાવેલ. જેથી પાંચ પાંડવની પત્‍ની બની બહુ પત સ્‍વીકારે છે તે માન્‍યતા દંત કથારૂપે પ્રચલીત છે.

પુરાણમાં જૈમિનિનો પ્રશ્ન હતો કે દ્રુપદ રાજાની પુત્રી કૃષ્‍ણા (દ્રૌપદી) એક જ પાંચ પાંડવોની પત્‍ની શા કારણથી થઇ ? એમાં પણ અમને શંકા છ.ે

જવાબમાં જાણવા મળ્‍યું છે કે પુર્વે દ્રષ્‍ટા નામના પ્રજાપતિના પુત્રને ઇન્‍દ્રએ મારી નાખ્‍યો હતો તેથી બ્રહ્મહત્‍યા યુવકત થયેલા ઇન્‍દ્રનું તેજ રહિત થઇ ગયો ત્‍યારે પછી પ્રજાપતિ પોતાના પુત્રને મરાયેલો સાંભળી ક્રોધયુકત થઇને કહેવા લાગ્‍યા કે....

આજે દેવો સહિત ત્રણેય લોક અને પોતાના તપરૂપીકર્મમાં જ પ્રીતીવાળા મારા પૂત્રને મારનાર દુષ્‍ટ બુધ્‍ધિવાળો બ્રહ્મ હત્‍યારો ઇન્‍દ્ર પણ મારૂ પરાક્રમ જોઇ લે! આ પ્રમાણે કહી પોતાની જટાને અગ્નિમાં હોમી દીધી , એટલે તેમાંથી મોટા દેહ તથા મોટી દાઢીવાળો અને કાજળ જેવો કાળો ક્રાંતિવાળો વૃત્રાસુર નામનો મહાન દૈત્‍ય નીકળયો તે ઇન્‍દ્ર શત્રુરૂપી તે બ્રહ્માસુરને પોતાના વધ માટે ઉત્‍પન  થયેલો જાણી ભયમુકત થયેલા ઇન્‍દ્રએ સંધિ, કરવાની ઇચ્‍છાથી સપ્તઋષિઓને ત્‍યાં સમાધાન માટે મોકલ્‍યો.

ત્‍યાર પછી સર્વ પ્રાણીઓના હિતકર્તા તથા પ્રસન્ન મનવાળા તે ઋષિઓએ ઇન્‍દ્રને બ્રહ્માસુરની સાથે પ્રતિજ્ઞાઓ તથા સંધિ કરાવી.

આ પ્રમાણે સંધિ કરાવ્‍યા છતા પણ પ્રતિજ્ઞાને ઓળંગીને ઇન્‍દ્રએ બ્રહ્માસુરને મારી નાખ્‍યો અને ત્‍યારે પણ હત્‍યાના પાપથી ઈન્‍દ્રનું તેજ ફરી નાશ પામ્‍યુ અને ઇન્‍દ્રમાંથી નીકળેલું તે તેજ સવવ્‍યાપી, અવ્‍યકતા અને બળના અધિષ્‍ઠતા દેવ ‘વાયુ'માં ચાલ્‍યું.

વળી ત્‍યાર પછી જયારે ગૌત્તમમુનિનાં સ્‍વરૂપને ધારણ કરીને ઇન્‍દ્રે ગૌત્તમમુનિના પત્‍ની અહલ્‍યા સાથે કામક્રિડા કરી ત્‍યારે પણ તેનુ તેજ નાશ પામ્‍યું જેનાથી તેનું અત્‍યંત મનોહર તેજ લાવણ્‍ય  તે દુષ્‍ટ ઇન્‍દ્રને ધર્મ રહિત તેજ વિનાનો બળ વિનાનો, સ્‍વરૂપ વિનાનો જાણીને દૈત્‍યોર્અ તેન ેજીતવાનો પ્રયત્‍ન કરવા માંડયો.

તે મહા બળવાન દૈત્‍યોએ ઇન્‍દ્રને જીતવાની ઇચ્‍છાથી મહામદોનવ રાજપ્‍યોના કુળમાં જન્‍મ લીધા ત્‍યારપછી કેટલાક દૈત્‍યોના ભારથી પીડાયેલ પૃથ્‍વી મેરૂની શિખર પર દેવોની સભામાં ગઇ ત્‍યાં જઇને દૈત્‍યો તથા દાનવો વગેરેથી ઉત્‍પન્ન થયેલ પોતાના દુઃખો દેવોને કહેવા લાગ્‍યું કે,‘ હે દેવો' તમે અત્‍યંત બળવાળા જે અસુરોને માર્યા છે તે સર્વ અસુરો મનુષ્‍ય લોકમાં રાજાઓને ત્‍યાં જન્‍મેલા છે. તેઓ સંખ્‍યામાં ઘણા જ છે ‘તેમના ભારથી હું હવે નીચી નીમી જાવ છુ,' માટે હે દેવો તમે મને જેમ શાંતિ થાય તેમ કરો.

પછી દેવાને પૃથ્‍વીનો વિાલય ભર્યો પશ્ન સાંભળીને પોતપોતાના તેજના ભાગો પ્રમાણે પ્રજાના રક્ષણ માટે જુદા જુદા દેહે પ્‍ૃથ્‍વ ઉપર અવતર્યા.

ધર્મ એ પોતે ઇન્‍દ્રના શરીમાંથી ઉત્‍પન્‍ન થયેલું નીકળેલું તેજ કુંભમાં મુકવાથી તેમાંથી મહા તેજસ્‍વી તેવા યુધિષ્‍ઠિર (ધર્મ) રાજા ઉત્‍પન્‍ન થયા, પાછુએ તેજ  મુકવાથી  અર્જુન ઉત્‍પન્ન થયો અને તેજ રીતે મા માદ્રામાં અશ્વિની કુમારોએ તેજ મુકવાથી મહા તેજસ્‍વી ઇન્‍દ્રસ્‍વરૂપ નકુલ અને સહદેવ સાથે જ ઉત્‍પન્ન થયા.

આ પ્રમાણે ભગવાન ઇન્‍દ્રના તેજથી જ પાંચેય સ્‍વરૂપો વડે પૃથ્‍વી ઉપર અવતાર લીધા અને તે ઇન્‍દ્રની સાધ્‍વી પત્‍ની શચી કૃષ્‍ણા રૂપે અગિ્નમાંથી ઉત્‍પન્ન થઇ તે જ કૃષ્‍ણા -દ્રૌપદી-પાંચપિત રૂપે એક જ ઇન્‍દ્રની પત્‍ની છે. અને તે બીજાની નથી. દ્રુપદ રાજમાં પૂત્રોની યજ્ઞમાંથી ઉત્‍પન્ન થયેલ દ્રૌપદી તે એકજ રૂપના તેજમાંથી ઉત્‍પન્ન થયેલ પાંચ પુત્રોની પત્‍ની બની. ઓગેશ્વર યોગસિધ્‍ધીથી પોતાના શરીરને અનેક પ્રકારના બતાવે છ.ે

આ પ્રમાણે (દ્રૌપદી) એકલી જ પાંચ પુરૂષોની પત્‍ની બની હતી. ઉલ્લેખનીય છે કે મહારાજા દાનવીર કર્ણ પણ કુંતી પુત્ર છે પરંતુ કુકોભર્ય અવસ્‍થામાં દુવાસો ઋષિ મુનીઝ કુંતીના આતિથ્‍ય પસન્ન થઇ તેમણે આ મંત્ર આપેલ સુર્યવાસના જે પ્રયોગ કરતા સુર્યનારાયણ હાજર થતા પરત જવાનું કહેલા પોતે એમને એમ જઇ શકે તેમ નથી જેથી કુતીને જતા બિજદાન કરાતા કર્ણનો સુર્યકવચ કુંડણાર સાથે જન્‍મ થયેલ (સંકલન હેમેન્‍દ્રકુમાર પારેખ, પોરબંદર)

(1:29 pm IST)