Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જસદણના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ બે આરોપીઓને દબોચી લેવાયા

રૂરલ પેરોલ ફર્લોસ્‍કવોડ અને વિંછીયા પોલીસે ઝડપી લીધા

રાજકોટ તા. ર૮ :.. જસદણના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ બે આરોપીઓને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડ અને વિંછીયા પોલીસે ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ જીલ્લાના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા આપેલ સુચના અન્‍વયે પો. સબ ઇન્‍સ. વિ. એમ. કોલાદરા, પેરોલ-ફર્લો સ્‍કોર્ડ સાથે તપાસમાં હતા ત્‍યારે જસદણ પો. સ્‍ટે. ના ગુન્‍હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી નામે મહેન્‍દ્ર ઉર્ફે મેન્‍દુ બાબભાઇ ખાચર, રહે. સુખસર, તા. ચોટીલા જી. સુરેન્‍દ્રનગરવાળો વિંછીયા ગામમાં હોવાની મળેલ ચોકકસ માહિતી આધારે તાત્‍કાલીક સ્‍થળ પર પહોંચી તથા વિંછીયા પોલીસ સાથે મળી સર્ચ કરતા મજકૂરને પકડી પાડી જસદણ પોલીસને હવાલે કરાયો હતો.

તેમજ જસદણ પો. સ્‍ટે. પાર્ટ ૦૦૯૯-ર૦રર પ્રોહી. ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપી જયરાજ રાણાભાઇ ખાચર રહે. ચીરોડા (ભાદર), તા. ચોટીલા, જી. સુરેન્‍દ્રનગર વાળો ચીરોડા ગામમાં હોવાની મળેલ ચોકકસ માહિતી આધારે તાત્‍કાલીક સ્‍થળ પર પહોંચી તથા વિંછીયા પોલીસ સાથે મળી સર્ચ કરતા મજકૂરને શોધી કાઢી જસદણ  પોલીસને હવાલે કરાયો હતો. આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના એ. એસ. આઇ. વકારભાઇ અરબ, હેડ કો. વિરરાજભાઇ ધાધલ, પો. કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા, ડ્રા. પો. કો. દિલીપસિંહ જાડેજા, વિરમભાઇ સમેચા, પો. કો. નીલેશભાઇ ઝાપડીયા તથા મહેશભાઇ કોબીયા, વિંછીયા પોલીસ સ્‍ટેશન જોડાયા હતાં.

(1:27 pm IST)