Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સલાયામાં ફરજમાં બેદરકાર બે પોલીસકર્મીને સસ્‍પેન્‍ડ કર્યા પછી ત્રણને હેડ કવાટર્સ ભેગા કરતાં પોલીસવડા

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળીયા તા. ર૮ :.. સલાયામાં તાજેતરમાં તકરારના બનેલા બનાવમાં ખંભાળીયાની સત્‍વ હોસ્‍પિટલમાં હત્‍યાની કોશીષનો આરોપી સારવારના બહાને ભાગી ગયો હતો જે પ્રકરણમાં ફરજમાં બેદરકાર બે પોલીસ કર્મી ને જિ. પો. વડા નીતેશકુમાર પાંડેએ તાકીદની અસરથી સસ્‍પેન્‍ડ કર્યા હતાં. આ પછી કાલે સાંજે જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેએ સલાયાના ત્રણ પોલીસ કર્મીઓ નગાભાઇ લુણા, પીડાભાઇ જોગલ તથા વીરેન્‍દ્રસિંહને સલાયા પોલીસ સ્‍ટેશન થી દ્વારકા જિ.ના હેડ કવાર્ટર ખંભાળીયામાં બદલી કરતા ભારે ચર્ચા જાગી છે.

(1:44 pm IST)