Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબી વીસીપરાની સોસાયટીમાં પાણી પ્રશ્‍ને મહિલાઓનો મોરચો

મોરબી,તા.૨૮ : વીસીપરા વિસ્‍તારની અંદર આવેલ સોસાયટીમાં સતત પાણીના ધાંધિયા થતા રોજરોજની પાણીની હાડમારીથી કંટાળેલી મિહલાઓની ધીરજ ખૂટી હતી અને રોષ ભરાયેલી મહિલાઓએ નગરપાલિકામાં મોરચો માંડ્‍યો હતો. મહિલાઓએ પાણી ન આવતું હોવાથી ભોગવવી પડતી હાલાકીની હૈયાવરાળ રજૂ કરી હતી.પણ તંત્રએ કોણીએ ગોળ ચોપડતા મહિલાઓમાં ભારે રોષ વ્‍યાપી ગયો હતો.

 મોરબીના વીસીપરા વિસ્‍તારની અંદર આવેલ મદીના સોસાયટીમાં પાણી પ્રશ્‍ને આજે મહિલાઓનું ટોળું મોરબી નગરપાલિકામાં રજુઆત કરવા દોડી ગયું હતું. તંત્ર સમક્ષ મહિલાઓ બળાપો ઠાલવ્‍યો હતો કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. આથી એક બેડા પાણી માટે કારમો સંઘર્ષ કરવો પડે છે અને પાણી માટે દર-દર ભટકવું પડે છે. જો કે   સામાન્‍ય વર્ગના હોવા છતાં કેમેય કરી પાણી પીવા માટે વેચાતું લઈ શકીએ પણ વપરાશ માટે રોજ કમઠાણ થાય છે. મહિલાની રજુઆત સાંભળને તંત્રએ માત્ર ખાતરી રૂપી ગાજર આપતા રોષ જોવા મળ્‍યો હતો.

(1:26 pm IST)