Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દેશનો સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનો ગુરૃવારે જૂનાગઢમાં પ્રારંભઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખુલ્લો મુકશે

અહિં લોકોને ૧ કિલો પ્લાસ્ટિક જમા કરાવવાથી મળશે ઢોકળા અથવા પૌઆ એક પ્લેટ મળશેઃ સવારે નાસ્તો અને બપોરે - સાંજે પૌષ્ટિક ભોજનની પણ સુવિધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૮: દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનો ગુરૃવારે જૂનાગઢમાં પ્રારંભ થઇ રહ્યો છે જેને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત ખુલ્લો મુકશે.

દેશ-દુનિયામાં પ્લાસ્ટિકની સમસ્યા ગંભીર બની છે ત્યારે ભારતને પ્લાસ્ટિક મુકત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અભિયાન શરૃ કરાયુ છે.

ગુજરાતને પણ પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ અને તેમના વડપણ હેઠળની રાજય સરકાર પ્રયાસો કરી રહેલ છે.

ત્યારે જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે કલેકટર રચિત પ્રયાસોથી સખી મંડળો અને વહીવટ તંત્રના સહયોગથી પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

દેશનો સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનું ગુરૃવારે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉદઘાટન કરશે.

આ કેફેમાં પ્લાસ્ટિક કલેકશન સેન્ટર છે જેમાં એક કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ફ્રીમાં એક પ્લેટ ઢોકળા અથવા પૌઆ મળશે.

જયારે ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનાર વ્યકિતને લીંબુ અથવા વરિયાળી સરબત મળશે.

(1:23 pm IST)