Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ટોળ અમરાપર કોઠારીયાના ખેતી વાડી વીજ પ્રશ્‍ને આવેદન

   ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હાલ ખેતીવાડી મા મોસમ પુર જોશમાં ચાલી રહી છે અમુક વિસ્‍તાર મા વરસાદ પાડ્‍યો છે અમુક વિસ્‍તાર સિંચાઇ આધારિત છે. ટંકારા તાલુકાના ટોળ અમરાપર કોઠારીયા  ગામોના વીજ પ્રશ્‍ને લીધે ખેડૂતો દ્વારા મામલતદાર ટંકારા અને નાયબ કાર્યપાલક ઇજનેર જી ઈ બી  આવેદન પત્ર આપી પોતાની  વ્‍યથા તથા માંગણી વ્‍યક્‍ત કરેલ. ખેડૂતો ના જણાવ્‍યાં મુજબ ૪ કલાક પણ એકધારો પાવર આપવા મા આવતો નથી આગોતરા પાક ઉગાડવા માટે  બીજ વાવેતર કરવામાં આવ્‍યું હતું તે પણ આ વીજ પ્રશ્‍નોના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્‍યો હતો .  ટંકારાના ખેડૂત આગેવાનો ગૌતમભાઈ વામજા ઘેલાભાઈ ફાંગલીયા સેવા સહ મંડળી પ્રમુખ  શાહબુદ્દીન ભાઇ ગઢવાળા સરપંચ અબદુલભાઇ ગઢવાળા તથા મોટી સંખ્‍યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

(1:23 pm IST)