Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વિસાવદરમાં નેશનલ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્નઃ ૧૭૬ કેસોનો ન્યાયિક ઉકેલ

(યાસીન બ્લોચ દ્રારા) વિસાવદર તા.૨૮ :  વિસાવદર કોર્ટમાં નાલસાની ગાઈડ લાઈન મુજબ અત્રેની તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન અને પ્રિન્સીપાલ સીવીલ જજ શ્રી એસ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન તથા અધિક જીલ્લા ન્યાયાધીશ શ્રી જે.એલ. શ્રીમાળીની ઉપસ્થિતિમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિસાવદર બાર એસો.ના પ્રમુખ વી.કે. જેઠવા, સીનીયર ધારાશાસ્ત્રી ડી.એમ. શાહ, એન.આર. જોષી, કે.બી. જોષી તથા અન્ય તમામ ધારાશાસ્ત્રીઓ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનીયન બેંક અને પીજીવીસીએલના અધિકારીઓએ હાજર રહી મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલા પક્ષકારો સાથે સમાધાનની અને કેસની પતાવટ અંગેની મંત્રણાઓ કરીને કુલ ૧૭૬ કેસોનો ન્યાયીક ઉકેલ લાવેલ છે. જે કેસોમાં સમાધાનથી પતાવટની રકમ રૃા. ૬૦,૯૩,૯૬૪ થયેલ છે.

તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સીપાલ સીવીલ જજ એસ.એસ. ત્રિવેદી લોક અદાલતમાં હાજર તમામ વિસાવદર બાર એસો.ના સભ્યો, કોર્ટ સ્ટાફ, પોલીસ વિભાગ, હાજર રહેલ બેંકો સહિતની સંસ્થાઓ તથા પક્ષકારોનો લોક અદાલતમાં મોટી સંખ્યામાં હાજર રહી કેસોનો ન્યાયીક ઉકેલ લાવવા બદલ આભાર વ્યકત કરેલ છે, તથા ભવિષ્યમાં પણ લોક અદાલતમાં સમાધાનના માધ્યમથી કેસોનો નિકાલ કરવા આહવાન કરેલ છે અને લોક અદાલતનું મહત્વ સમજાવેલ છે.

(1:21 pm IST)