Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઝડપાયેલ બીચ્‍છુ ગેંગના શખ્‍સો રિમાન્‍ડ ઉપર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૮ : ઓખામંડળની ચક્કચારી બીચ્‍છુ ગેંગ ઉપર ગુજસીટોક મુજબની કાર્યવાહી કરવામાં આવેલ જે ગુનાની તપાસ ડી.વાય.એસ.પી. હિરેન્‍દ્ર  ચોધરી  ખંભાળિયા વિભાગ નાઓ ચલાવે છે. પોલીસ અધિક્ષક નીતેશ પાંડય ની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હિરેન્‍દ્ર  ચોધરી સા. તથા તેમનો સ્‍કોડ તેમજ મીઠાપુર પી.આઈ. જી.આર. ગઢવી તેમજ મીઠાપુર પોલીસ તેમજ એલ.સી.બી. પી.એસ.આઈ. ગળચર સા. તેમજ એલ.સી.બી.ટીમ નાઓએ આ કામના આરોપીઓને નામદાર ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે રજુ કર્યા હતા. નામદાર ગુજસીટોક કોર્ટ દ્વારા આરોપી (૧)  લાલુભા સાજાભા સુમણિયા (૨)  વનરાજ પાલાભા સુમણીયા (૩) હાજાભા પાલાભા સુમણીયા (૪) રાજેશભા માલાભા સુમણીયા (૫) જગધીશ અનુભા સુમણીયા (૬)  માપભા વિરાભા સુમણીયા ના તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીના તથા આરોપી (૭) માલાભા સાજાભા સુમણીયા (૮) નથુભા સાજાભા સુમણીયા (૯) માનસંગભા સાજાભા સુમણિયા (૧૦) સાવજાભા માનસંગભા સુમણીયા (૧૧) માનસંગભા ધાંધાભા માણેક ના તા.૦૨/૦૭/૨૦૨૨ સુધીના રીમાંડ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા મંજુર કરાયાછે.

(1:45 pm IST)