Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પીજીઆઇ સ્કોરમાં ગુજરાતમાં જુનાગઢ જીલ્લો જીલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયની આગેવાનીમાં પ્રથમ ક્રમેઃ દેશમા ૧૯મા ક્રમે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પીજીઆઇ સ્કોરમાં ગુજરાત રાજયમાં જૂનાગઢ જિલ્લાને પ્રથમ અને દેશમાં ૧૯મો ક્રમ મળેલ છે.

આર. એસ. ઉપાધ્યાય એ વધુમાં જણાવેલ કે સમગ્ર દેશમાં સમાન સ્કેલમાં તમામ રાજય કેન્દ્ર શાસિત પ્રદેશોની સાપેક્ષ કામગીરીનું મુલ્યાંકન કરવાના અને વધુ સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહીત કરવાના હેતુથી ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (ડીઓએસઇએચ) એ રાજયો કેન્દ્ર શાસ્તિ પ્રદેશો માટે વર્ષ ર૦૧૮-૧૯ વર્ષ ર૦૧૯-ર૦ માટે પીજીઆઇ રીપોર્ટ જાહેર કર્યો છે.

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેકસ (પીજીઆઇ) એ પ્રમાણમાં નવો અનુક્રમ છે. જે શાળા શિક્ષણમાં રાજયોનું પ્રદર્શન માપે છે.

જેમાં નિષ્પતિ અધ્યન અને ગુણવતા શિક્ષક પ્રાપ્યતા અને વ્યાવસાયિક વિકાસ લર્નિંગ મેનેજમેન્ટ અસરકારક વર્ગ ખંડ વ્યવહાર ઇન્ફાસ્ટ્રકચર સુવિધાઓ વિદ્યાર્થી અધિકારી શાળા સુરક્ષા બાળ સુરક્ષા શાળા નેતૃત્વ વિકાસ હાજરી બાબતે દેખરેખ ઓનલાઇન હાજરી સહિતની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જુનાગઢ જિલ્લાને રાજયમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ૧૯ માં ક્રમે સ્થાન  મળતા શિક્ષણ પરિવારમાં ખુશીની લાગણી વ્યકત થઇ રહી છે.

અને જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયએ માત્ર દોઢ વર્ષના ટૂંકા રાજયમાં પ્રથમ ક્રમે સ્થાન અપાવ્યુ છે  ત્યારે આવા ફરજ નિષ્ઠ અને પ્રમાણિક અધિકારી એવા શ્રી ઉપાધ્યાયને શિક્ષણ જગતમાંથી ચોમેર મો. ૯૯૦૯૯ ૭૦ર૦૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:18 pm IST)