Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઓખામાં પ્રતિબંધિત વિસ્‍તારમાં ડ્રોન કેમેરા વડે શૂટિંગ

ખંભાળીયા,તા.૨૮ : ઓખાની પેસેન્‍જર જેટી પાસે કોઈપણ  પ્રકારની મંજૂરી લીધા વિના રિમોટ કંટ્રોલ વડે ડ્રોન કેમેરો ઉડાડી અને શૂટિંગ કરી રહેલા મૂળ દિલ્‍હીના રહીશ એવા વિશાલ સર્વસંતભાઈ ચૌહાણ નામના ૩૬ વર્ષના રાજપુત શખ્‍સ સામે ઓખા મરીન પોલીસે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાણવડમાં બાઈક હંકારી જતા તસ્‍કરો

 ભાણવડમાં આવેલી સગર સમાજની વાડીની પાછળના ભાગે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની જય દિનેશભાઈ પટેલ નામના ૨૪ વર્ષના યુવાને પોતાના ઘરના દરવાજા નજીક રાખેલું રૂપિયા ૨૫ હજારની કિંમતનું સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ તારીખ ૨૬ ના રોજ કોઇ તસ્‍કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ સ્‍થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

(1:16 pm IST)