Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામનગર ભાજપ દ્વારા કટોકટીના કહેર અન્‍વયે વક્‍તવ્‍ય યોજાયુ

જામનગર :ભારત લોકશાહી દેશ છે, અને આ લોકશાહીને લાંછન લગાવે, કાળો કહેર સમાન કટોકટી ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ કોંગ્રેસ ની સરકાર અને તત્‍કાલીન -ધાનમંત્રી ઇન્‍દિરા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવી હતી. દેશમાં -પ્રત્‍યેક નાગરિક માટે આ એક ડંખ સમાન ઘટના હતી, લોકશાહી ઉપર કાળો કહેર વર્તાવવામાં આવેલ. દેશમાં આ કટોકટી ૨૧ મહિના રહેલ. જેનાથી દેશનું અર્થતંત્ર હલબલી ઉઠ્‍યું, કાયદો અને વ્‍યસ્‍થા સાથે લોકશાહી પણ જોખમાઈ હતી. ૨૫ જૂન ૧૯૭૫ ના લાદવામાં આવેલ ઇમરજન્‍સી ૨૧ મહિમા પછી ૨૧ માર્ચ ૧૯૭૭ના રોજ ઉઠાવવામાં આવેલ. આ કાળા કહેર અને કટોકટીના ડંખની ઘટના સમયે જેલવાસ ભોગવી ચૂકેલ નેતાઓ કાર્યકર્તાઓના મુખે કટોકટીની હકીકતના વર્ણન, વક્‍તવ્‍યનું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવેલ.

 ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદી અનુસાર શહેર ભાજપ કાર્યાલય જામનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. યુવામોર્ચાના દુશીયન્‍ટભાઈ સોલંકી તથા કોર્પોરેટર ક્રિષ્‍નાબેન સોઢા દ્વારા સમૂહગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. દીપ -ાગટયમાં શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ગોવશિપયાર્ડના ડાયરેક્‍ટર હસમુખભાઈ હિંડોચા, પવનહંસના ડાયરેક્‍ટર અમીબેન પરીખ, મધુભાઈ ગોંડલીયા, વક્‍તા દિનેશભાઇ વ્‍યાસ જોડાયા હતા.

ભાજપ શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા એ સ્‍વાગત વક્‍તવ્‍યમાં જણાવેલ કે ઇન્‍દિરા ગાંધીની બેરી-મૂંગી સરકારએ ઇમરજન્‍સી લાદી, આ કાળા દિવસ અને લોકશાહી ઉપર દાગ સમાન ઘટનાથી આજનો યુવા માહિતગાત થાય તેથી પ્રત્‍યેક વોર્ડના પ્રતીકાત્‍મક ધારણા, મૌન ધારણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. તથા જામનગરના ધારાશાષાી માનનીય દિનેશભાઇ વ્‍યાસ સહીત કાર્યકર્તાઓને ૧૧ મહિના સુધી જેલ માં રાખ્‍યા તેની આપવીતી તેઓના સ્‍વરે સાંભળવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

માનનીય ધારાશાષાી દિનેશભાઇ વ્‍યાસનું શાલ તથા રૂમાલથી સન્‍માન કરવામાં આવેલ, તથા ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા દ્વારા પુસ્‍તક અર્પણ કરી તેઓનું સન્‍માન કરવામાં આવેલ. ભાજપ શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુએ વક્‍તા દિનેશભાઇ વ્‍યાસનો વિશેષ પરિચય આપેલ. તેઓ એ જણાવેલ કે વક્‍તા શ્રી દિનેશભાઇ વ્‍યાસ વ્‍યવસાયે ધારાશાષાી મૂળ ખંભાળિયા ઠાકર શેરડીના તથા જામનગર સ્‍થાયી થયેલ જામનગર. તેઓ સંઘના જિલ્લા સંચાલક પણ રહ્યા. અને કટોકટી સમયે ૧૧ મહિના જેલવાસ ભોગવેલ. જેમાં ૯ મહિના સાબરમતી, અને ૨ મહિના તેઓ ભાવનગરની જેલ માં રહ્યા. કટોકટી સમયે જેઓની ધરપકડ થયેલ તેવા ૫ વ્‍યક્‍તિઓ હાલ જામનગર જિલ્લામાં હયાત છે.

કાર્યક્રમમાં મુખ્‍ય વક્‍તા દિનેશભાઇ વ્‍યાસએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી એક માત્ર દેશભક્‍તિ વાળો પક્ષ છે, અન્‍ય પક્ષ તો પરિવારવાદી પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીએ જનસંઘ થી આજ સુધી સતત સંઘર્ષ કરી ને સત્તા પ્રાપ્ત કરી છે, કાર્યકર્તાઓના બલિદાનનું ફળ સ્‍વરૂપ છે સત્તા. ડો. શ્‍યામા પ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધીયાંયજી સહીત અનેક નામી - અનામી કાર્યકર્તાઓ નેતાઓના બલિદાન પછી આજે આ સત્તા મળી છે. ૧૯૭૫નીએ લોકશાહીનું ખુબ કરનારી ઘટના વિશે આજના યુવાનોને કદાચ ખ્‍યાલ ન હોય, પણ દરેક યુવાનો માટે એ ઘટનાની જાણકારી હોવી જરૂરી છે. તેઓ એ કટોકટી ના કારણો અને તેની અસરો વિશે જણાવ્‍યું, તેઓ જ કહ્યું કે, ૧૯૭૧માં ચૂંટણીમાં રાયબરેલીથી ઇન્‍દિરા ગાંધીનો વિજય થયો, પણ તેઓ એ સરકારી મશીનરી, સરકારી માનવ સંસાધન ઈત્‍યાદિનો ઉપયોગ કરીને ગેરકળત્‍ય આચરી આ ચૂંટણી જીતી હોય, સમાજવાદી પાર્ટીના તેની સામે ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર રાજ નારાયણએ અલ્‍હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. સરકારી નૌકરો ચૂંટણીમાં ઉમેદવારની ચૂંટણીનું સંચાલન કરે, સરકારી મશીનરીનો અંગત ચૂંટણી કેમ્‍પીંગમાં ઉપયોગ કરવા અંગે ના પુરાવા આપ્‍યા હતા.

વક્‍તા ધારાશાષાી દિનેશભાઇ વ્‍યાસએ જણાવેલ કે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ, તથા કલેકટર સમક્ષ હાજર કરવામાં આવેલ, અને સવારે ૪ વાગ્‍યે સાબરમતી જેલમાં લઇ જવામાં આવેલ. સાબરમતી જેલમાં પોલીસ વિવિધ શહેર - જિલ્લાથી વિવિધ લોકો, નેતા, કાર્યકર્તાઓને પકડી પકડી ને લાવતી અને ‘‘ભારત માતા કી જય'' અને ‘વંદે માતરમ'' ના નારા સાથે તેઓ નું સ્‍વાગત કરવા લાગ્‍યું. રાજ્‍યમાં ઠેર ઠેર થી લોકોને પકડીને સાબરમતી જેલ માં રાખવાનું શરુ કરવામાં આવ્‍યું. શરૂઆતમાં જેલમાં ભોજન યોગ્‍ય પ્રકાર નું ન હતું, આથી જેલમાં બંધ લોકો, નેતાઓએ જેલ મેન્‍યુઅલ અનુસાર ભોજન આપવા રજુઆત કરી, અને સમગ્ર રસોડા ઉપર કબ્‍જો જમાવી લીધો, સામુહિક ચર્ચા, સમૂહ ભોજન સાથે સૌ પકડાયેલ લોકો, નેતા, કાર્યકર્તાઓ ૯ માસ સાબરમતી જેલમાં રહ્યા. તેઓ એ ઇન્‍દિરા ગાંધીની આ કટોકટી વિષે ની વાત વર્ણવી હતી.  ભારતીય જનતા પાર્ટી માટે એ સમય ખુબ કપરો હતો, દેશ માટે પણ એ સમય ખુબ કપરો હતો. કટોકટીના આ કલંકની જાણ આજના યુવાઓ ને થાય તેવા ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવેલ. કાર્યક્રમનું સમાપન સમયે આભાર વિધિ શહેર ઉપાધ્‍યક્ષ કે.જી. કનખરા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. વિમલભાઈ કગથરા, વક્‍તા ધારાશાષાી દિનેશભાઇ વ્‍યાસ, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ગોવાશિપ યાર્ડના ડાયરેક્‍ટર હસમુખ હિંડોચા, પવનહંસના ડાયરેક્‍ટર અમીબેન પરીખ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દાસાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન યુવા મોરચા અધ્‍યક્ષ દિલીપસિંહ જાડેજાએ કર્યુ હતુ. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:14 pm IST)