Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના હેડ કોન્‍સ્‍ટેબલ અરજણ ડાંગર ૨૫૦૦ની લાંચ લેતા રંગે હાથે ધરપકડ

(કૌશલ સવજાણી -મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર -ખંભાળિયા તા.૨૮ :  જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના હેડ કોન્‍સ્‍ટેબલ અરજણ ડાંગર ૨૫૦૦ની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી પાડયા છે. અરજીના કામે ૬૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.અગાઉ ગઈકાલે હેડ કોન્‍સ્‍ટેબલ અરજણભાઈએ ૩૫૦૦ રૂપિયાની લાંચ લઈને બાકી રહેતા ૨૫૦૦ રૂપિયા આજે ચોકીમાં જ સ્‍વીકારતા રંગેહાથે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અરજણભાઈ ખીમાભાઇ ડાંગર, ૩૦, અના. હેડ કોન્‍સ્‍ટેબલ,વર્ગ-૩,ખંભાળિયા ગેટ પોલીસ ચોકી, સિટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન, જામનગર એ ફરિયાદી ના માણસો વિરુદ્ધ થયેલ અરજીના કામે ફરિયાદી ના માણસોને અરજી તપાસમાં હેરાન પરેશાન નહિ કરવા અને માર નહી મારવા પેટે ફરિયાદી તથા સાહેદ ની હાજરીમા રૂ.૬૦૦૦/- ગેરકાયદેસર લાંચ માંગી, રૂ.૩૫૦૦/- આગળના દિવસે લઈ લીધેલ. અને બાકીના રૂ.૨૫૦૦/- આજરોજ આપવાનો વાયદો કરેલ. ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી જામનગર એસીબી નો સંપર્ક કરી પોતાની ફરિયાદ લખાવેલ હતી.

જામનગર એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન આ કામના આરોપી એ ફરિયાદી તથા સાહેદની સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્‍વીકારી, પકડાઈ જઈ ગુનો કરેલ છે.

આરોપી હાલ એસીબી જામનગર ખાતે રાખેલ છે, તેનું કોરોના કોવીડ કરાવ્‍યા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેપિંગ અધિકારી  એ. ડી. પરમાર,પોલીસ ઇન્‍સ્‍પેકટર,જામનગર તથા જામનગર એસીબી પો.સ્‍ટે.નો સ્‍ટાફ તથા સુપરવિઝન અધિકારી  આર.આર.સોલંકી઼, ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક,  એસીબી રાજકોટ એકમ, રાજકોટ એ કામગીરી કરી હતી.

(1:44 pm IST)