Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગોંડલના કમઢીયા ગામે ઉકરડા અંગે મહિલાને માર મારતા ફિનાઇલ પી લીધુ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૮:  ગોંડલ તાલુકાના કમઢીયા ગામ એ સામાન્‍ય બાબતે મહિલાને ઘરમાં ઘુસી જઈ કૌટુંબિક દંપતી અને તેના પુત્રએ માર મારતા મહિલા ને દુઃખ લાગતા ફિનાઈલ પી લેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના કમઢીયા ગામે રહેતા હંસાબેન રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ ૫૦ એ સરકારી ખરાબાની જમીનમાં ઉકરડા નો ઢગલો ભેગો કરી રાખ્‍યો હોય જ્‍યા કુટુંબીઓ ને મકાન બનાવવુ હોય  કુટુંબ ના  કાનજી ડાયાભાઇ પરમાર તેના પત્‍ની જોસના બેન અને પુત્ર સાગર એ વાતચીત કર્યા વગર જ ઉકરડા નો ઢગલો દૂર ધકેલવાની કોશિશ કરતા તેને અટકાવતા ઉપરોક્‍ત ત્રણેયે ઘરમાં ઘૂસી માર મારતા મહિલા ને આઘાત લાગ્‍યો હતો બાદમાં હંસાબેને ફિનાઈલ પી લેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ઉપરોક્‍ત ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩ ૩૪૨ ૧૧૪ ૫૦૪ જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુન્‍હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:39 am IST)