Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામજોધપુરમાં છકડામાં દેશી દારૂ લાવતા ઝડપાઇ ગયો

જામનગર તા. ર૮ :.. જામજોધપુર ટાઉનમાં બાલવા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ પાસેથી આરોપી ભાયાભાઇ લાખાભાઇ હુણ  રહે. મેલાણગામ, ધાર ઉપર તા. જામજોધપુર વાળાની છકડા રીક્ષા નંબર જી.જે.૦૧ બીટી ૯૭૮ર માંથી દેશી દારૂ લી. ૪૭૦ કિ. રૂા. ૯૪૦૦ તથા છકડો રીક્ષા કિ. રૂા. પ૦,૦૦૦ મળી કુલ રૂા. પ૯,૪૦૦ નો મુદામાલ મળી આવતા કબ્‍જે કરી મજકૂર આરોપી વિરૂધ્‍ધ પો. કો. રાકેશભાઇ ચૌહાણએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેઙ કો. ઘનશ્‍યામભાઇ ડેરવાળીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દેશી દારૂ મંગાવનાર ભોજાભાઇ લાખાભાઇ હુણ રહે. મેલાણ ગામ તથા દારૂ સપ્‍લાય કરનાર પાલા વેજાભાઇ રબારી રહે. ભાણવડ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇ. કે. કે. ગોહીલની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:38 am IST)