Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ખીરસરા મેટોડા વાજડી વડ સહિતની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ

ખીરસરાઃ લોધીકા તાલુકા ના ખીરસરા મેટોડા વાજડી વડ પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્‍ય લાખાભાઇ તેમજ આઇપીએસ અધિકારી બ્રીજેકુમાર ઝા સમગ્ર ગુજરાત સૌરાષ્‍ટ્રમાં કન્‍યા કેળવણી મહોત્‍સવ ૨૦૨૨ અંતર્ગત ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્‍સવ ચાલી રહેલ છે.

આજે લોધીકા તાલુકા ના મેટોડા ગામની સરદાર પટેલ પ્રાથમિક શાળામા ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા તેમજ આઇપીએસ અધિકારી બ્રીજેકુમાર ઝાની અધ્‍યક્ષતામાં તાલુકામાં સહુથી વધુ ૮૬ બાળકોએ ધોરણ એકમા પ્રવેશ મેળવેલ આ તકે જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મામલતદાર એન.સી.જોષી મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા બીઆરસી દર્શનભાઇ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇલાબેન તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તેમજ શિક્ષણ ઉપસ્‍થિત રહેલ તેમજ ખીરસરા તાલુકા શાળા તથા નવા પ્‍લોટ વિસ્‍તારની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવમાં આઇપીએસ અધિકારી બ્રીજેકુમાર ઝા મામલતદાર એન.સી.જોષી  ખીરસરા સ્‍વામિનારાયણ સનાતન આશ્રમના ભક્‍તિ પ્રકાશદાસજી સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ સાગઠીયા સરપંચ મુકેશભાઇ મકવાણ ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા મછાભાઇ લાબરીયા તલાટી મંત્રી કપિલ મારકણા જે.ડી.નિમાવત માવજીભાઈ સાગઠીયા શ્‍યામભાઇ સોલંકી વલ્લભભાઈ સોલંકી મનજીભાઈ  સાગઠીયા મુકેશભાઇ તેમજ આચાર્યો વિધાર્થીઓ વાલીઓ ગ્રામજનો ઉપસ્‍થિત રહેલ વાજડી વડ શાળા  પ્રવેશોત્‍સવ મા સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી તાલુકા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર પૂર્વ ઉપસરપંચ અભેસિંગ ખેરડીયા આચાર્ય મુકેશભાઇ દોગા તેમજ શાળા પ્રવેશોત્‍સવ ઉજવણીમા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઈ ખીરસરા)

(11:35 am IST)