Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

૬ માસથી ફરાર વંડાના ગુન્‍હાનો આરોપી ઝબ્‍બે

અમરેલી - સાવરકુંડલા તા.ર૮ : ભાવનગર રેન્‍જ આઇ.જી.અશોકકુમારે રેન્‍જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપી કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે એન્‍વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપલ હોય જે અન્‍વયે પી.બી. લકકડ સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીનાઓની ટીમ દ્વારા વંડા પો. સ્‍ટે.એ.પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧ર૧૦૪૭૭-ર૧ આઇપીસી ક. ૩૦૬, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ મુજબના કામે આત્‍મહત્‍યાનું દુષ્‍પ્રેરણ કરી મરી જવા મજબુર કરવાના ગુનામાં નાસતા ફરતા વસંતભાઇ ડાહ્યાભાઇ ચાવડા ઉ.વ.૩પ ધંધો પ્રાઇવેટ નોકરી, રહે મુળ અમરેલી, બહારપરા, શરમાળીયા ચોક હાલ સુરત યોગી કૃપા સોસાયટી, સિધ્‍ધેશ્વર એપાર્ટમેન્‍ટ રૂમ નં.૩૦રને ઝડપી લીધેલ છે.

(11:26 am IST)