Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

નાધુના ગામે જુગાર દરોડોઃ પાંચ ઝડપાયા

જામનગર : જીલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલસીબીના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એલસીબી સ્‍ટાફના સુરેશભાઇ માલકીયા, યશપાલસિંહ જાડેજા તથા દિલીભાઇ તલાવડીયાને મળેલ હકિકત અધારે નવા નાધુના ગામે રહેતા ફરાર સવજીભાઇ લેતાભાઇ દસલાણીયાના મકાનમાં  ચાલતા જુગારના અખાડામા  જુગાર રમતા રૂા.રપ,ર૦૦ મોટર સાયકલ નંગ-૧ કિ. રૂા.૩૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-પ કિ. રૂા.૧૧,પ૦૦ મળી કુલ રૂા.૬૬,૭૦૦ના મુદામાલ સાથે (૧) વલ્લભભાઇ રણછોડભાઇ અકબરી રહે. જુના નાધુના ગામ મેઇન રોડ (ર) સંજયભાઇ નરોતમભાઇ રાયઠઠ્ઠા રહે. રામપર વેરાવળ  (૩) પરેશભાઇ  વસંતભાઇ ઠકકકર રહે. રામપર વેરાવળ (૪) રમેશભાઇ કાનજીભાઇ વિરમગામા રહે. જુના નાધુના ગામ (પ) કલ્‍પેશભાઇ ચંદ્રભાઇ બોડા રહે. રામપરા વેરાવળ તા. લાલપુરને ઝડપી લીધા હતા

(11:25 am IST)