Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વડતાલ સંસ્‍થાનું ઐતિહાસિક કદમ ભગવાનશ્રી સ્‍વામિનારાયણના વચનામૃતનો તેલુગુભાષામાં અનુવાદનો આરંભ

વાંકાનેર,તા.૨૮: વડતાલ સંસ્‍થા દ્વારા ભગવાન શ્રી સ્‍વામિનારાયણના વચનામળતને તેલુગુભાષામાં કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજીંગ ટ્રસ્‍ટીબોર્ડ દ્વારા સાહિત્‍યસેવાના કાર્યો હાથ ધરવામા આવ્‍યા છે. ડો. બળવંતભાઈ જાની અને હરેન્‍દ્રભાઈ ભટ્ટ સાથે ડો.સંત સ્‍વામી આ કાર્ય આગળ વધારી રહ્યા છે. આ કાર્યના ભાગરૂપે વચનામળતનું મલ્‍ટીલેંગ્‍વેજ ટ્રાન્‍સલેશનનો પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યો છે. જેમાંથી કન્નડભાષામાં અનુવાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેલુગુભાષામાં અનુવાદનો આરંભ થઈ રહ્યો છે ત્‍યારે આજે ઓન લાઇન સેમિનાર યોજાયો હતો . જેમાં                  
આંધ્રપ્રદેશની સેન્‍ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ અને વચનામળતનું દક્ષિણની ભાષાઓમાં અનુવાદનું કાર્ય કરતા ડો. તેજસ્‍વી કટટીમની સાહેબે અનુવાદના પ્રારંભે પરિચયાત્‍મક ઓન લાઇન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વડતાળધામના પ્રતિનિધિઓ, કન્‍નડ અનુવાદકો અને તેલુગુ અનુવાદકોએ સહર્ષ ભાગ લીધો.
સેમિનારના પ્રારંભે ડો. કટટીમની એ વચનામૃતના દક્ષિણની ભાષાઓમાં અનુવાદ અંગેની પોતાની પ્રતિબદ્ધતા સ્‍પષ્ટ કરી, તેને ભગવાન સ્‍વામિનારાયણની કળપા ગણાવી.                              
 સેમિનારના પ્રારંભે જ્ઞાન બાગ , વડતાલના પૂજ્‍ય લાલજી ભગતજીએ વચનામૃતના મહત્‍વના મુદ્દાઓ સંક્ષિપ્તમાં રજૂ કરી અનુવાદ કાર્ય અંગે ધ્‍યાનમાં રાખવાની વાતો સમજાવી. ડો. બળવંતભાઈ જાનીએ વચનામળતનો સંદેશ ભગવાને કેવી પરિસ્‍થિતિમાં અને કોની સમક્ષ આપ્‍યો તે સમજાવી તેનું આધ્‍યાત્‍મિક મૂલ્‍ય સમજાવ્‍યું. ઇન્‍દોરના પંકજભાઈ શાહે આ પ્રવળત્તિ માટે ડો કટટીમની સાહેબના પ્રયત્‍નોને આવકારી વચનામળત ગ્રંથની મહત્તા બતાવી.
સેમિનારમાં વચનામળતના કન્‍નડ અનુવાદકો ડો.બાસાવરાજ ડોનુંર, ડો. ગણેશ પવાર, ડો.શ્રીધર હેગડે, ડો. સંજીવ અયપ્‍પા, ડો.શંભુ મેસવાણીજી અને તેલુગુ અનુવાદકો શ્રીમતી પેરૂમલ્લજી, પ્રોફે. અન્નપૂર્ણાંજી, પ્રોફે. સરોજિની, પ્રોફે. કામેશ્વરીજીએ ભાગ લીધેલો.
વડતાલધામના મુખ્‍ય કોઠારી ડોે.સંતવલ્લભદાસજી સ્‍વામીએ આ પ્રવળત્તિ બિરદાવી ડોકટર ટીમની સાહેબને અભિનંદન આપ્‍યા હતા અને તમામ અનુવાદકોને જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવશે તેની ખાતરી આપી હતી. વડતાલધામના હરેન્‍દ્ર ભટ્ટે સેમિનાર અંગે સહુનો આભાર માન્‍યો હતો. અંતમાં વડતાલ જ્ઞાનબાગ નિવાસી પાર્ષદ પૂજ્‍ય લાલજી ભગતજીએ કીર્તનભક્‍તિ સાથે સેમિનારની સમાપ્તિ કરાવેલ, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે.

 

(10:54 am IST)