Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઓખા લોહાણા મહાજન વાડીમા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા નિઃશુલ્‍ક આયુર્વેદિક મેગા કેમ્‍પ

 ઓખાઃ ઓખા લોહાણા મહાજન વાડી એ ઓખા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા નિઃશુલ્‍ક આયુર્વેદિક મેગા કેમ્‍પ યોજવામાં આવેલ.જેમાં આયુર્વેદિક તથા હોમિયોપેથીક ની ઓ.પી.ડી. રાખવામાં આવેલ.આ કેમ્‍પમાં આયુર્વેદિક ઓ.પી.ડી.ના ૯૭ જેટલા દર્દીઓએ તેમજ હોમિયોપેથીક ના ૭૭ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.બાળ રોગ,પંચકર્મ,અગ્નિ કર્મ,યોગ સેશન,વનસ્‍પતિ ઔષધિના ચાર્ટ પ્રદર્શન,ષાી રોગ અલગ અલગ ઓ.પી.ડી રાખવામાં આવેલ.આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્‍કળતિ પ્રમાણે સ્‍લોક બોલી દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદિક અધિકારી વિવેકભાઈ શુક્‍લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી,ઉપપ્રમુખ મનસુખભાઇ થોભાણી, ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પંચમતીયા, ઉપપ્રમુખ કેતનભાઈ સુતરીયા, ઓખા લોહાણા મહાજનના અગ્રણી રમેશભાઈ સામાણી, ઓખા સરકારી આયુર્વેદિક દવાખાનાના ડો.જિજ્ઞાબેન કુલર તેમજ તેમના સાથી શીતલબેન દેવમુરારી તેમજ બહાર ગામ થી સેવા આપવા માટે આવેલ ડો.અંકિતાબેન સોલંકી, ડો. વિશાલભાઈ કારાવદ્રા, ડો.રતનાંગભાઈ દવે, ડો. કશ્‍યપભાઈ ચૌહાણ,ડો પરેશભાઈ જેઠવા, ડો. મીરા ચાવડા, ડો. નિલેશભાઈ બીલવાલ હાજર રહ્યા હતા.આ કેમ્‍પમાં ઓખા લોહાણા મહાજનએ સહયોગ આપેલ એ બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદી અધિકારી ડો.વિવેકભાઈ શુક્‍લા એ આભાર વ્‍યક્‍ત કરેલ. આ કાર્યક્રમને સફળ બનવવા ઓખા સરકારી દવાખાનાના સ્‍ટાફ એ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર -અહેવાલ ભરત બારાઈ ઓખા)

 

(10:53 am IST)