Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ઉના પોલીસ દ્વારા વાહન ચેકીંગ

ઉનાઃ પોલીસ ઇન્‍સપેકટર એમ.યુ.મસીએ જણાવેલ કે ઉના તાલુકાની પોલિસ વધુ આધુનિક બની છે. પોલિસ તંત્ર દ્વારા હાઇફિકવન્‍સીનાં કેમેરાવાળુ વોઇસ રેર્કોડીંગ પણ થઇ શકે તેવા બોડી કેમેરા જીલ્લા પોલીસ મથકેથી ઉના પોલીસ સ્‍ટેશનમાં ૧૨ કેમેરા આવી જતા ૧૨ પોલીસ કર્મચારીઓને કેમેરાની તાલીમ આપી બોડી ઉપર લગાવી દીધા છે. અને ટાવર ચોક, રોકડીયા હનુમાન મંદિર પાસે વેરાવળ રોડ ઉપર બાયપાસ પાસે ડેલવાડા રોડ ઉપર વાહનો ચેકીંગ કરાઇ રહ્યા છે. આ કેમેરા લગાવવાથી પોલીસ અને પ્રજા વચ્‍ચેનો વિવાદ નહી થાય પોલીસની કામગીરી રેર્કોડીંગ થશે. પ્રજા પણ વધુ જાગૃત અને સહકાર આપશે વિવાદ થાય તો રેર્કોડીંગ ઉપરથી કોનો વાંક છે તે નક્કી થશે. તેમજ સરઘસ, રેલી, ઝુલુસ, તથા અન્‍ય જાહેર કાર્યક્રમોમાં પણ બોડી કેમેરાવાળા પોલીસ સાથે રહેશે તેથી પ્રજાની સલામતી વધશે. વાહન ચેકીંગ કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર.

(10:39 am IST)