Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદર ‘આબરૂ' પુસ્‍તકનું વિમોચન

પોરબંદરઃ સ્‍વ.ભાગ્‍યવિજય હિંમતલાલ દવેના સ્‍મરણાર્થે નિરવભાઇ દવે, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજ  યુવા પાંખ ટ્રસ્‍ટ દ્વારા સરસ્‍વતી વિદ્યાર્થી સન્‍માન સમારંભ યોજાયો હતો. જે અંતર્ગત પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા કાર્યક્રમના ઉદઘાટક તરીકે રહ્યા. જેમાં શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક જિલ્લા કક્ષાના વિજેતા ચાર્મીબેન નવનીતરાય જોષીનું પૂજય ભાઇશ્રી દ્વારા સન્‍માન કરવામાં આવેલ. સાથોસાથ ચાર્મીબેન દ્વારા લખવામાં આવેલ પ્રથમ પુસ્‍તક ‘આબરૂ'ને પૂજય ભાઇશ્રી દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ. ‘આબરૂ' પુસ્‍તક એ એક પિતા અને પુત્રીના જીવન પર આધારિત કથા છે. પુત્રી હમેંશા પિતાની આબરૂ બચાવવા સંઘર્ષ કરે છે અને પિતા જીવનભર દરેક તબક્કે પુત્રીને દરેક નિર્ણયમાં સહકાર આપે છે. આ ‘આબરૂ' પુસ્‍તકો ઓનલાઇન ફલીપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તેમજ પુજા સ્‍ટેશનરી, રામધૂન મંદિર પાસે અથવા પુજા સ્‍ટેશનરી, વ્રજ કોમ્‍પલેક્ષ યાંયા ચોકી ચાર રસ્‍તા, પોરબંદરથી ‘આબરૂ' પુસ્‍તક મેળવી શકાશે. આ તકે ચાર્મીબેનના પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર.

(9:54 am IST)