Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

કચ્છની ૫ નગરપાલિકાની ચુંટણીમાં ૫૦ ટકા મતદાન

સૌથી વધુ નવી નગરપાલિકા મુન્દ્રા બારોઈમાં, મુખ્ય શહેરો ગાંધીધામ ભુજમાં ઓછું મતદાન

ભુજ : કચ્છમાં નગરપાલિકાઓની ચુંટણીમાં મતદાનનો માહોલ પ્રારંભિક નિરસ રહ્યા બાદ છેલ્લે છેલ્લે મતદારોમાં ઉત્સાહ આવ્યો હતો. કચ્છમાં નવી નગરપાલિકા મુન્દ્રા બારોઈ ઉપરાંત ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી એમ કુલ ૫ પાલિકાઓની ચૂંટણી હતી. જે પૈકી સૌથી વધુ મતદાન નવી પાલિકા મુન્દ્રા બારોઈ માટે ૭૦.૦૮ ટકા, બીજા નંબરે માંડવી પાલિકા માટે ૬૩.૩૮ ટકા, ત્રીજા નંબરે અંજાર પાલિકા માટે ૫૪.૬૦ ટકા, ચોથા નંબરે ભુજ પાલિકા માટે ૪૯.૪૧ ટકા અને પાંચમા નંબરે ગાંધીધામ પાલિકા માટે ૪૪.૬૧ ટકા  મતદાન થયું હતું. કુલ ૨ લાખ ૧૮ હજાર ૨૫૯ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. કચ્છમાં નગરપાલિકાઓમાં ૧ લાખ ૧૭ હજાર ૪૯૬ પુરુષ મતદારોએ  જ્યારે ૧ લાખ ૭૬૩ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. એકંદરે પુરુષ મતદારોનું મતદાન વધુ રહ્યું હતું. જ્યારે કચ્છના બે મુખ્ય શહેરો ગાંધીધામ અને ભુજમાં ઓછું મતદાન થયું હતું.

(9:00 pm IST)