Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

હળવદ તાલુકામાં બુટવડા ગામે ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ પોતાની ફરજ ભૂલીને કામ પછી પહેલા ભોજન નો રાગ આલાપતા આ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા થંભી ગઈ :લોકોના ટોળે -ટોળા સરકારી બાબુઓ ક્યારે ભોજન પરવારીને આવે તેની રાહમાં મતદાન મથક બહાર જ કુંડાળા કરી બેસી ગયા

 હળવદ '::તાલુકાના બુટવડા ગામે આજે મતદાન દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં મતદાન પ્રક્રિયા અટકાવી ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ ભોજનની મજા માણવા બેસી જતા મતદાન મથકે લોકોના ટોળે -ટોળા એકત્રિત થઈ ગયા હતા.

ચૂંટણી પંચના નિયમ મુજબ સવારથી સાંજ સુધી નિરંતર મતદાન પ્રક્રિયા ચાલુ રાખવાની હોય છે જેમાં વિલંબ કરી શકતો નથી પરંતુ હળવદ તાલુકામાં બુટવડા ગામે ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ પોતાની ફરજ ભૂલીને કામ પછી પહેલા ભોજન નો રાગ આલાપતા આ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા થંભી ગઈ હતી અને લોકોના ટોળે -ટોળા સરકારી બાબુઓ ક્યારે ભોજન પરવારીને આવે તેની રાહમાં મતદાન મથક બહાર જ કુંડાળા કરી બેસી ગયા હતા.

(3:04 pm IST)