Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પોરબંદર રતનપર ગામે રહેતા ૧૧૬ વર્ષના ખીમા ભીમા ઓડેદરાએ જિલ્લા પંચાતયત વિસ્તારના મતદાન કરી યુવાઓને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો : રજવાડાના સમયમાં પણ રમતોમાં અનેક એવોર્ડ મેળવ્યા 'તા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર રતનપર ગામે રહેતા ખીમા ભીમા ઓડેદરાએ જિલ્લા પંચાતયત વિસ્તારના મતદાન કરી યુવાઓને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો રતનપર ગામે ખેતીવાડીના વ્યવસાય ખાતે સંકળાયેલ ખીમા ભીમાં 116 વર્ષની ઉંમરના છે અને ખીમાભાઇ રાજાશાહીના સમયથી સ્પોર્ટમેન તરીકે રજવાડાના સમયમાં પણ સ્પોર્ટની રમતોમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે હાલ આ ખીમાભાઇ પોરબંદરના રતનપર ગા મે જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન કરી સરકારની જાહેરાતોમાં લાભ થાય તે રીતે દાખલો બેસાડ્યો.

ખીમાભાઇ પોતે જ 116 વર્ષની ઉંમરના છે પણ તેનું જીવન આજે પણ રંગીન છે ખીમાભાઇ ની પત્ની પણ હાલ 110 વર્ષની ઉંમરે હયાત છે પરંતુ વયવૃદ્ધની બીમારીના કારણે પથારી વશ હોય તેથી મતદાન કરી શકેલ નથી પરંતુ ખીમાભાયે આજના યુવાનોને મતદાન માટે જાગૃતિ મળે તેવું કામ કરેલ છે. 

 

  જોકે તેઓ પોતે પણ ૫૦ વર્ષ સુધી સરપંચ તરીકે પણ રહી ચૂકેલ છે. અને ૧૮ વર્ષ ની ઉમરથી  જ મતદાન કરતા આવ્યા છે આજે આ વૃદ્ધ ખેડૂત એ આજ ના યુવાનો માટે પ્રેરણાદયી બની રહ્યા છે. 

(1:04 pm IST)