Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2018

જોરાવરનગરના યુવકની હત્યામાં રાજકીય વ્યક્તિનું નામ ખુલતા ચકચાર

રાત્રે મહિલા સાથે વાતચીત કરતા જોઈ જવાની ઘટનામાં નિલેશ મટુકીયા ઉપર જાન લેવા હૂમલા થયો હતો

 

જોરાવરનગરના યુવકની હત્યા મામલે રાજકીય વ્યક્તિનું નામ ખુલતા ચકચાર જાગી છે રાત્રે મહિલા સાથે વાતચીત કરવા દરમિયાન જોઈ જતા જોરાવરનગરના યુવાન નિલેશ મટુકીયા ઉપર હુમલો કરાયો હતો રતનપરમાં સોમવારે રાત્રે ૧૦ કલાકના અરસામાં ઘેર આવેલા યુવકને વ્યકિતઓએ ધોકા અને પાઈપ વડે માર મારી તેમજ અન્ય એક શખ્સે ઈજાગ્રસ્ત યુવકને લઈ જવા માટે ફોન કરી બોલાવી રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ગંભીર ઈજા પામેલ જોરાવરનગરના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. હત્યાના બનાવના પગલે ગાંધી હોસ્પિટલમાં મૃતક યુવકના પરિવારજનો અને સ્વજનો દોડી આવ્યા હતા. બનાવમાં પોલીસે બે વ્યકિતને અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.

   અંગેની વિગત મુજબ રતનપર દતાત્રેય મંદિર પાછળ સોસાયટી વિસ્તારમાં રહેતા કેતન કોળીના પત્ની બબુબેન સાથે નિલેશભાઈ ચીકાભાઈ મટુકીયાનો સબંધ કરવાનો હોય પરંતુ કોઈ કારણોવસાત સબંધ થઈ શકયો હતો.તેમ છતાં નિલેશભાઈ મટુકીયા બબુબેનને સોમવારે રાત્રે મળવા આવતા જોઈ ગયા હતા. આથી કેતન પ્રભુભાઈ કોળી અને મેહુલ દલસુખભાઈ કોળી (રે.બંને રતનપર) ઉશ્કેરાઈ જઈ ધોકા અને પાઈપ વડે નિલેશભાઈ મટુકીયા ઉપર હૂમલો કરી માર માર્યો હતો. જયારે પ્રદીપ ધીરૃભાઈ વસ્તાણીએ ઢીકાપાટુનો માર મારી રતનપર માનવ ધરમ આશ્રમ પાછળ ખુલ્લા પ્લોટમાં લઈ જઈ વધુ માર માર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયુ છે.

જયારે હૂમલાખોર કેતન કોળીએ મોબાઈલથી ઈજાગ્રસ્ત નિલેશભાઈના ભાઈ મુકેશભાઈ ચીકાભાઈ મટુકીયાને ફોન કરીને બોલાવ્યા હતા. ઘટના સ્થળે મુકેશભાઈને પ્રદીપ ધીરૃભાઈ વસ્તાણીએ રિવોલ્વર બતાવી હોસ્પિટલે લઈ જા, નહીતર તને પણ જાનથી મારી નાંખીશ, તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં ગંભીર ઈજા પામેલ નિલેશભાઈ મટુકીયા .કોળી (...રર) સી.જે. હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન ગંભીર ઈજા પામેલ યુવકનું મોત નિપજયાનું ખુલવા પામ્યુ છે. મૃતક નિલેશભાઈ મટુકીયા લાતી પ્લોટ વિસ્તારમાં અલગ રહેતા હોવાનું અને તેઓના દામ્પત્ય જીવન દરમિયાન એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. જયારે બનાવની મુકેશભાઈ ચીકાભાઈ મટુકીયા (રે.જોરાવરનગર) જોરાવરનગર પોલીસ મથકે કેતન પ્રભુભાઈ કોળી, મેહુલ દલસુખભાઈ કોળી અને પ્રદીપ ધીરૃભાઈ વસ્તાણી સામે કલમ ૩૦ર,૩ર૩, પ૦૬(), ૧૧૪, ૧૩પ,આર્મ્સ એકટ-૩૦ હેઠળ ગુનો નોંધાવ્યો છે. બનાવના પગલે જોરાવરનગર પીએસઆઈ ડી.જે.વાઘેલા તથા સ્ટાફનાઓએ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૃ કરી દીધો છે. બનાવમાં પોલીસે બે હૂમલાખોરોને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.જે.વાઘેલા ચલાવી રહ્યા છે.

રતનપરમાં સોમવારે રાત્રે મહિલા સાથે વાતચીત કરતા જોઈ જવાની ઘટનામાં જોરાવરનગરના યુવક ઉપર જાન લેવા હૂમલાનો બનાવ બન્યો હતો. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના હૂમલાખોર પૈકી પ્રદીપ વસ્તાણી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી પદે હોવાનું જાણવા મળ્યુ છે.આમ, હૂમલાનો બનાવ હત્યામાં પરિણમતા ભાજપના યુવા હોદ્દેદારનો ફરિયાદમાં ઉલ્લેખ થતાં રાજકીય ચકચાર મચી જવા પામી છે.

(11:58 pm IST)