Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુરેન્‍દ્રનગર નર્મદા કવાટર્સ પાસે જુગાર રમતા ચાર ઝડપાયાઃ ૬ શખ્‍સ રફુચક્કર

(ફારૂક ચૌહાણ દ્વારા ) સુરેન્‍દ્રનગર, તા. ર૮ : નર્મદા ક્‍વાટર્સ પાસે જાહેરમાં જુગાર રમતા સુરેન્‍દ્‌સુરેન્‍દ્રનગર શખ્‍સોને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂા.૧૮,૦૭૦ની રોકડ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. પોલીસને જોઇ જુગાર રમતા છ શખ્‍સો રફુચક્કર થઇ ગયા હતાં. તેમની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સિટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી. તેના આધારે નર્મદા ક્‍વાટર્સ પાસે ખુલ્લી જગ્‍યામાં પોલીસે દરોડો પાડયો હતો.

ત્‍યારે ગુદડી પાસાનો જુગાર રમતા સુરેન્‍દ્રનગરના રજાક ગુલામ મહમદ શેખ, રજાક ઉર્ફે રાજા ઈબ્રાહીમભાઈ મોવર, યુનુસ સુલેમાનભાઈ મોવર તથા ગોપાલ રાણાભાઈ સિંધવ ઝડપાઇ ગયા હતાં. ત્‍યારે તેમની પાસેથી રૂા. ૧૮૦૭૦ની રોકડ રકમ કબજે કરાઇ હતી. જ્‍યારે છ જુગારીઓ નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ધ્રાંગીયા, નાનુભાઈ લાંબરીયા, મુનાભાઈ ડાયાભાઈ કોળી, સુરો ભરવાડ, કાનો કોળી તથા સંજય મથુરભાઈ કોળી પોલીસને જોઈને નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે તમામ દસ જુગારી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)