Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

દ્વારકાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂકાવી

ખંભાળિયા, તા.૨૮: દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા મનહર ઉર્ફે મનોજ કરશનભાઈ ઝાલા નામના ૩૬ વર્ષના યુવાનને માનસિક બીમારી હોય, ગત તા.૨૭ના રોજ સાંજના સમયે તેણે પોતાના હાથે પોતાના ઘરે હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ મૃતકના મોટાભાઈ હરીશ કરશનભાઈ ઝાલાએ દ્વારકા પોલીસને કરી છે.

સલાયામાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકીઃ પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પાંજરાપોળ પાસે રહેતા અમુલ વસંતરાય પંચમતીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી અમુલ વસંતરાય પંચમતીયા સાથે અજીજ જુમા સુરાણી, દેશુર લખમણ મસુરા, અકબર કાસમ સંધી અને ઉંમર કાસમ બંદરી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૃપિયા ૪૨,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મીઠાપુરમાં વિદેશી દારૃના

જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

મીઠાપુર ટાઉનશિપ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જી.જે. ૩૭ ઈ. ૮૩૧૦ નંબરના સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા ઓખાના વિરેન ભીખુભાઈ મોતીવરસ અને જાગીરા દિલીપભાઈ ટાંક નામના બે શખ્સોને રૃપિયા ૪,૮૦૦ ની કિંમતની ૧૨ બોટલ વિદેશી દારૃ તથા મોટરસાયકલ મળી કુલ રૃપિયા ૪૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે જરૃરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં દારૃ સાથે નીકળેલો પીધેલો કારચાલક ઝડપાયો

ખંભાળિયા - જામનગર રોડ પર વડાલીયા સિંહણ ગામના પાટીયા પાસેથી પોલીસે રૃ.ત્રણ લાખની કિંમતની વોકસ વેગન પોલો કાર લઈને નીકળેલા મૂળ નંદાણા ગામના ધવલ પાલાભાઇ ચાવડા નામના ૨૩ વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, તેની સામે એમ.વી.એકટની કદમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી. આ શખ્સના કબજામાંથી વિદેશી દારૃની અડધી બોટલ પણ મળી આવી હતી. જેથી તેની સામે પ્રોહી, એકટ મુજબ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા  અજુભા ઉર્ફે ભુરો સાંગાભા માણેક નામના ૩૮ વર્ષના શખ્સને પોલીસે સુરજકરાડીની સોની બજાર પાસેથી રાત્રીના સમયે દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.

(1:36 pm IST)