Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હિસ્‍ટ્રીશીટર ચંપુ ધાખડા પાસેથી ગેરકાયદે પિસ્‍ટલ અને પ જીવતા કાર્ટીસ મળી આવ્‍યા

પીપાવાવ મરીન પોલીસે દરોડો પાડી આરોપીને પકડી લીધો

અમરેલી તા. ર૮ :.. પીપાવાવ મરીન પો. સ્‍ટે. વિસ્‍તારના ઉંચૈયા ગામે રહેતા હિસ્‍ટ્રીશીટર ચંપુભાઇ દાદાભાઇ ધાખડાને પોતાના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર લાયસન્‍સ વગર બે ફાયર આર્મ્‍સ તથા એમ્‍યુનેશન સાથે પીપાવાવ મરીન પોલીસે ઝડપી પાડેલ છે.

ભાવનગર રેન્‍જ આઇ. જી. શ્રી ગૌતમ પરમાર નાોએ સમગ્ર ભાવનગર રેન્‍જમાં બનતા ગંભીર પ્રકારના ગુન્‍હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્‍કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમરસિંહ નાઓ દ્વારા પો. સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કોન્‍ટ્રાકટરો, વેપારીઓ, મજૂરો, ભયમુકત રહીને પોતાના ધંધા રોજગાર કરી શકે અને ખંડણી, લૂંટ, કે હુમલા, જેવા બનાવો ન બતે તે માટે તકેદારી રાખવા તેમજ જરૂરી પેટ્રોલીંગ રાખી માથાભારે ઇસમો ઉપર વોચ ગોઠવી, તથા કોઇ અનિચ્‍છનીય બનાવ બને તો તાત્‍કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ. બી. વોરા એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે  રાજૂલા સર્કલ પો. ઇ. એ. એમ. દેસાઇ તથા પીપાવાવ મરીન પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. ડી. બી. મજીઠીયા તથા પીપાવાવ મરીન પો. સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફ દ્વારા ચોકકસ બાતમી આધારે જૂદી - જૂદી ટીમ બનાવી ઓપરેશન હાથ ધરી ઝડપી-તપાસ કરી ઉચૈયા ગામે રહેતા હિસ્‍ટ્રીશીટર ચંપુભાઇ દાદાભાઇ ધાખડાને પોતાના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર અને લાયસન્‍સ વગરની બે પિસ્‍ટલ (અગ્રિશષા) તથા જીવતા કાર્ટીસો નંગ પ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 પકડાયેલ હિસ્‍ટ્રીશીટર આરોપી ચંપુભાઇ દાદાભાઇ ધાખડા ઉ.૪પ ધંધો ખેતી રહે. ઉચૈયા તા. રાજૂલા, જી.-અમરેલી, પકડાયેલ મુદામાલ (૧) પિસ્‍ટલ (અગ્રિશષા) નંગ ર, કિ. રૂા. ૪૦, (ર) જીવતા કાર્ર્ટીસ નંગ પ કિ. રૂા. પ૦૦, પકડાયેલ હીસ્‍ટ્રીશીટર આરોપીને ગુનાહીત ઇતિહાસ (૧) રાજૂલા પો. સ્‍ટે. સે. ગુ. ર. નં. ૧૦૯-ર૦૦૦ ઇ. પી. કો. કલમ-પ૦૬ (ર), (ર) રાજૂલા પો. સ્‍ટે. ફ. ગુ. ર. નં. ૧૮પ-ર૦૦૧ ઇ. પી. કો. કલમ ૩૦ર વિ. (૩) જાફરાબાદ પો. સ્‍ટે. ફ. ગુ. ર. નં. ૧પ-ર૦૦૭ ઇ. પી. કો. કલમ -૩૯પ વિ., (૪) પીપાવાવ મરીન પો. સ્‍ટે. સે. ગુ. ર. નં. ૧૩-ર૦૦૯ ઇ. પી. કલમ-પ૦૬ (ર) વિ. (પ) પીપાવાવ મરીન પો. સ્‍ટે. સે. ગુ. ર. નં. રપ-ર૦૧૩ આર્મ્‍સ એકટ કલમ-રપ-ર૦૧૩ આર્મ્‍સ એકટ કલમ-રપ (૧) (એ) વિ..

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમર સિંહની  સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ. બી. વોરા, એ આપેલ માર્ગદર્શન હેઠળ રાજૂલા સર્કલ પો. ઇ. એ. એમ. દેસાઇ, પીપાવાવ મરીન પો. સ્‍ટે.ના પો. સબ. ઇ. ડી. બી. મજીઠીયા, એ. એસ. આઇ. હિંમતભાઇ રાઠોડ, હમીરભાઇ કામળીયા, મનસુખભાઇ મકવાણા, હેડ કો. પ્રવિણભાઇ બારીયા, પો. કો. અજયભાઇ વાઘેલા, ભરતભાઇ પરમાર, સંજયભાઇ ચાવડા, મહીમાબેન હિમાસીયા, વસનબેન કનાડીયા તથા પ્રિયંકાબેન જાની વિગેરે પોલીસ સ્‍ટાફ જોડાયેલ.

(1:26 pm IST)