Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદર જીલ્લામાં માવઠાંની સંભાવનાના પગલે જીરૂ પાકમાં સાવચેતીના પગલા લેવા અનુરોધ

રૂપિયા આપવાની ના પાડતા તૂટી પડયો

પોરબંદર, તા., ૨૮: હવામાન વિભાગ મુજબ રાજયમાં કમોસમી વરસાદ/માવઠાં તેમજ વાદળછાયા વાતાવરણની શકયતા હોઇ તુરંત જીરા પાકમાં સાવચેતીના પગલા રૂપે પોરબંદર જીલ્લાના તમામ ખેડુત મિત્રોને સાવચેતીના પગલા લેવા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.એ.ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.

જીરા પાકમાં સાવચેતી માટે જીરાનો પાક કમોસમી વરસાદ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્‍યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવીત થઇ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવા આવા સમયે પિયત અને ખાતર આપવાનું ટાળવુ જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્‍કોઝેબ ૭પ ટકા વેટેબલ પાવડર ૩પ ગ્રામ તથા રપ મીલી તેલીયા સાબુનુ સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પુરેપુરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો જોઇએ તેમ જીલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ.ત્રિવેદીએ જણાવેલ છે.

(2:47 pm IST)