Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુત્રાપાડા દરીયામાં અજાણી બોટ આતંકવાદી કૃત્ય કરે તે પહેલા જ ઝડપતી એસઓજી ગીર સોમનાથઃ મોકડ્રીલ જાહેર

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા., ર૮: ગીર સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર સજાગ સજ્જ છે તેની ચકાસણી અને ક્ષતી હોય તો તે અંગે સુચન કે પગલાં માટે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા પોલીસ ઇન્સ્પેકટર એ.બી.જાડેજા તથા એએસઆઇ કેતન પી.જાદવ, એ.એસ.આઇ. ગોવિંદભાઇ બી.વંશ, એએસઆઇ ગોવિંદભાઇ બી.રાઠોડ, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.ડી.કરમટા તેમજ એ.એસ.આઇ. ઇલીયાસભાઇ મહોબતભાઇ પો.હેડ કોન્સ. મુકેશ શાંતીલાલ બોટ માસ્ટર દિનેશ ચાવડા સહીત સર્વે સ્ટાફે સોમનાથ દરીયામાં મોકડ્રીલ યોજવામાં આવેલ. જેમાં તેઓને ગુપ્ત માહીતી મળેલ કે હિરાકોટ બંદર પાસે લેન્ડીંગ પોઇન્ટ ઉપર આતંકવાદીઓ જીએચસીએલ કંપની ઉપર હુમલો કરવાની યોજના દરીયાઇ માર્ગ નાની હોડી તથા પીલાણ કે અન્ય બોટનો ઉપયોગ કરી કલાક ૧ર.૪પ વાગ્યે દરીયાઇ માર્ગમાં હિરાકોટ બંદર  તરફ એક અજાણી બોટ જતી દેખાતા જેના રજીસ્ટર નંબર જીજે ૩ર એમએમ ૩૩૧ તેમજ બોટ ઉપર જય મેલડીમાતા લખાયેલ જે બોટમાં કુલ ૭ શકમંદ ઇસમો હોય તેને પકડી ચેકીંગ કરતા તેમાંથી આર.ડી.એકસ બોકસ -૧ તથા પીસ્તોલ ગન-૧ મળી આવેલ હોઇ સોમનાથ મરીન પોલીસને ખરાઇ કરી સુપ્રત કરતા આ મોકડ્રીલ હોઇ જે ખરાઇ અંતે મુકત કરવામાં આવેલ.

(1:20 pm IST)