Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જેતલસરની સ્કુલમાં ભારતીય નારી શકિતનું અમૃત મહોત્સવ વર્ષમાં પ્રજાસત્તાક પરેડમાં અદ્ભૂત પ્રદર્શન

જેતલસર : આઝાદીનાઙ્ગ અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે સૌથી વધુ પીડિત અને શોષિત મહિલાઓના આત્મરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ સમગ્રઙ્ગ દેશમાં ભારતીય નારીને માનસિક અને શારીરિક મજબૂત કરીનેઙ્ગ આત્મરક્ષણ સાથે તમામ ક્ષેત્રમાં સફળ થવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે એસપીવીએસઙ્ગ કેમ્પસ -પેઢલા,ઙ્ગધવલઙ્ગ ઇન્ટરનેશનલઙ્ગ સ્કૂલ જેતપુર અને પીડીબી કેમ્પસ -જેતલસરની સ્કૂલમાંઙ્ગ અભ્યાસ કરતી બાળાઓએ જેતપુરઙ્ગ પોલીસ પરિવાર દ્વારા આયોજિત પ્રજાસતાક દિનેઙ્ગ પરેડ ગ્રાઉન્ડમાં વિશાળ શહેરીજનોની ઉપસ્થિતિમાં વુમન્સ પાવરનું અદભુત પ્રદર્શન કરેલઙ્ગ અને સાથોસાથ બાળકની આઝાદી સાથે જોડાયેલા મહાત્મા ગાંધી,ઙ્ગસરદાર વલ્લભભાઈ પટેલ,ઙ્ગજવાહરલાલ નહેરૃ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર સાથે અનેકવિધ નામાંકિત સ્વાંતત્ર્ય સેનાનીઓની ભુમિકાઓનું રિકંસ્ટ્રકશન કરેલ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગોલ્ડ મેડાલીસ્ટ ઇન-રો સ્કેટિંગ કરતા બાળકોને જોઈને સ્પોર્ટ્સના વૈશ્વિક મહાકુંભ ઓલમ્પિકસની યાદ અપાવી ગયેલ અને પોલીસ સલામી બાદ ત્રણેય કેમ્પસના આશરે ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ દિલ્હીમાં આ ઉત્સવ વિવિધ રાજયો દ્વારા રજુ થતા ફલોટ્સ જેવા શણગારેલા ટ્રેકટરમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાની કૃતિઓનું પ્રદર્શન અને ડીજે અને બેન્ડ પાર્ટી સાથેઙ્ગ લશ્કરની ત્રણેય પાંખમાં યુનિફોર્મમાં સજ્જ વિદ્યાર્થીઓની પરેડ દ્વારા આશરે ૧.૫ કિમી લંબાઈની આ રેલી શહેરના તીનબત્ત્।ી ચોક,ઙ્ગબસ સ્ટેન્ડ,ઙ્ગસ્ટેન્ડચોક,ઙ્ગબોખલા દરવાજા,ઙ્ગટાકુડી પરા,ઙ્ગઅમરનગર રોડ,ઙ્ગસરદાર ચોકથી પોલીસ ગ્રાઉન્ડ માં સમાપ્ત થઈ ત્યારે રૃટમાં ઉપસ્થિત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિક અને વેપારીઓએ આ પ્રજાસતાક પર્વ રેલીના વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉષ્માથી આવકારેલ હતા. (તસ્વીર - અહેવાલ : કુલદિપ જોષી જેતલસર - જંકશન)

(1:17 pm IST)