Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પ્રજાસત્તાક પર્વે શ્રેષ્ઠ કામગીરી કરનાર જુનાગઢ એલસીબી પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓનું રાઘવજીભાઈના હસ્‍તે સન્‍માન

 જુનાગઢ : વંથલી ખાતે જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ. જેમાં પોલીસ તંત્રમાં ગુના ડિટેકશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર એલસીબી પીએસઆઇ જે જે ગઢવીનું ગાંધી ચોક ખાતે થયેલ બે વ્‍યક્‍તિના મોતના સાઈના ઇડ કોડામ ત્રણ હત્‍યારાઓને ઝડપી પાડવાની ભૂમિકામાં તેમજ માંગરોળના પી.એસ.આઇ એસ.એસ સોલંકી માંગરોળ એનડીપીએસનો જથ્‍થો ઝડપી મુખ્‍ય સપ્‍લાયરને રાજસ્‍થાન જેગલ વિસ્‍તારમાંથી ઝડપી પાડવા બદલ અને પેરોલફર્લાે કોડના એએસઆઇ ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડાએ માળીયાહાટીના પા.ેસ્‍ટેના દસ વર્ષથી ખુનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અટકાયતની ભૂમિકા ભજવેલ. તે બદલ તેમજ એસોજીના હેડ કોન્‍સ્‍ટેબલ અનિરુદ્ધસિંહ ચાંપરરાજભાઈ વાંકએ પોણા બે કરોડના નશીલા માદક પદાર્થો પકડવામાં બાતમી મેળવવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ તે બદલ અને એલસીબીના પોલીસ કોન્‍સ્‍ટેબલ દિવ્‍યેશકુમાર ધીરજલાલ ડાભીનું સાઈનાઈડ કોડમાં એનાલીસીસમાં અગત્‍યની ભૂમિકા બદલ આમ કુલ પાંચ પોલીસ કર્મીઓનું સન્‍માન કરાયું હતું. ત્‍યારે જિલ્લા કલેકટર રચિત રાજ, એસપી રવિતેજા વાસમ સેટ્ટી, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, એસઓજી પી.આઇ.એમ ગોહિલ, વંથલી પી એસ આઇ એમ કે મકવાણા સહિત ઉપસ્‍થિત રહી અભિનંદન પાઠવ્‍યા હતા.(અહેવાલ : વિનુ જોષી , તસ્‍વીર : મુકશ વાઘેલા જૂનાગઢ)

(11:36 am IST)