Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વાંકાનેર પાલિકા સંચાલિત ગર્લ્‍સ સ્‍કૂલમાં જીતુભાઇ સોમાણીના હસ્‍તે ધ્‍વજવંદન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા૨૮: વાંકાનેર શહેરમાં મ્‍યુનિસિપલ સંચાલીત ગર્લ્‍સ સ્‍કૂલમાં ૭૪માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીના હસ્‍તે ધ્‍વજવંદન ફરકાવવામાં આવેલ ઉપરોકત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સ્‍કૂલની વિદ્યાર્થીનીઓ, શિક્ષણગણ, પાલીકા કર્મચારીઓ, સદસ્‍યઓ પત્રકારો ઉપરાંત આમંત્રીત મહેમાનો સહિત મોટી સંખ્‍યામાં ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ધોરણ ૯,૧૦,૧૧,૧૨ની એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીનીઓને ધારાસભ્‍ય ઉપરાંત આમંત્રીત મહેમાનો હસ્‍તે રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવી હતી.ધારાસભ્‍ય સોમાણી દ્વારા મહત્‍વની જાહેરાત કરતા શહેરની તમામા સ્‍કૂલના વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્‍પનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે.

સંચાલન હંસાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ આભાર વિધી સ્‍કૂલ પ્રિન્‍સીપાલ શ્રી ગીતાબેન ચાવડાએ કરી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓને પેંડા આપી મો મીઠા કરાવી ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી.

(11:33 am IST)