Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વિરનગર પાસે ઓટો રીક્ષા પલ્‍ટી ખાઇ જતા બેને ઇજા

મસમોટા ખાડાના કારણે છાશવારે અસ્‍કમાતો સર્જાઇ છેઃ તંત્ર જાગશે ?

તસ્‍વીરમાં પલ્‍ટી ખાઇ ગયેલ રીક્ષા નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૨૮ : રાજકોટ ભાવનગર હાઇવે વીરનગર પાસે ઓટોરીક્ષા પલ્‍ટી ખાઇ જતા બે લોકોને ઇજા થઇ હતી રોડપર પડેલા મસમોટા ખાડાઓને કારણે અકસ્‍માત સર્જાયો હતો.મસ મોટા ખાડાઓ પડયા છે છતાંગ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી આ ખાડાના કારણે કેટલાય વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ બન્‍યા છે. વહેલી તકે ખાડાઓ બુરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ઓટોરિક્ષાના ચાલકે ખાડાના કારણે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્‍ટી ખાઇ ગઇ હતી છો કે કોઇ જાનહાની થઇ ન હતી ઘટના સ્‍થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા તેમજ ૧૦૮ પણ દોડી ગઇ હતી. રીક્ષાનો આગળનો ભાગ ભૂકો ભૂલી ગયો હતો.

(11:32 am IST)