Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગોંડલનાં જેતપુર રોડ ઉપર અકસ્‍માતનો સીલસીલો યથાવત : જેતપુર રોડ બાયપાસની તીવ્ર માંગ

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨૮ : ગોંડલ શહેરના સતત ટ્રાફિક થી ધમધમતા રહેતા જેતપુર રોડ પર રોજિંદા અકસ્‍માતની ઘટના બનતી હોય છે ત્‍યારે ત્રણ ખુંણીયા પાસે તોતિંગ ટ્રક કારને ઓવરટેક કરવા જતા અકસ્‍માત સર્જાયો હતો સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ અકસ્‍માતના પગલે ટ્રાફિકજામ થઈ જવા પામ્‍યો હતો.

 ઉલ્લેખનીય છે કે જેતપુર રોડ પર વારંવાર અકસ્‍માતની ઘટના બનતી હોય પરિણામે ટ્રાફિકજામ સર્જાતો હોય તંત્ર દ્વારા થાકી દે તપુર રોડ બાયપાસ મંજૂર કરવામાં આવે તેવી તીવ્ર માંગ ઉતવા પામી છે અને હાલ તુરંત મુખ્‍ય મુખ્‍ય ચોક ખાતે ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:27 am IST)