Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરનાર ગોપાળાનંદ સ્વામીનો કાલે ૨૪૨માં પ્રાગટય દિન નિમિત્તે વિશેષ પૂજન - શણગાર દર્શન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. ૨૮ : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નાનકડું એવુ ગામ સાળંગપુરધામ કે આજે જગમાં વિખ્યાત બની ગયેલ છે. જયાં આજથી ૧૭૪ વર્ષ પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ .ને.૧૯૦૫ મા આસોવદ વદ પાંચમના રોજ શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરી જે દેવને આધી વ્યાધિ ભૂત, પ્રેત વડગડવાળા દુખીયાઓના દૂર કરવાનું કામ સોંપ્યું અને દાદાએ તુરત સ્વીકારી લીધું જેથી પુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરધામમા હનુમાનજીનું નામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી રાખ્યું આજની તારીખે પણ અનેક દુખીયારા રડતા રડતા આવે છે અને સાળંગપુર આવ્યા પછી હસતા હસતા જાય છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવનો અનોખો મહાત્મ્ય છે આજે દર શનિવાર, મંગળવાર અને પૂનમના હજારો ભાવિકો દાદાના દર્શનાથેં આવે છે અને ભોજનાલયમા મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીએ જયારે મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ ત્યારે કહેલ અહીંયા જે કોઈ દાદાના દર્શને આવશે એમના દુઃખ દૂર થશે જેમને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ એવા દિવ્ય અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરૂદેવશ્રી ગોપાળાનંદ સ્વામી નો આવતીકાલે ( ૨૪૨ પ્રાગટીય દિવસ) છે જે નિમિતે સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ સંતો દ્વારા સવારે કલાકે થશે તેમજ સવારે કલાકે શણગાર આરતીના દર્શન થશે જે યાદી શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજારી સ્વામી ડી કે સ્વામીજીએ જણાવેલ છે.

 

(11:04 am IST)