Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુરેન્‍દ્રનગરની શાળાઓમાં નાના ભૂલકાઓ દ્વારા પ્રજાસત્તાક દીનની ઉજવણી

વઢવાણ : દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન બાન શાનથી કરવામાં આવે છે. નાના નાના ભૂલકાઓ કે જે દેશનું ભવિષ્‍ય કંડારનાર બને છે તેઓ પણ આપણા ગૌરવંતા ઐતિહાસિક વારસાને વિસરી ન જાય એવા ઉમદા આશયથી શાળાઓમાં પ્રજાસત્તાક દિવસ અને સ્‍વતંત્રતા દિવસની ઉજવણી ઉત્‍સાહભેર કરાય છે. રાજકોટની લીટલ મીલેનિયમ શાળાના ભૂલકાઓએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીને સ્‍વતંત્રતા સેનાનીઓની કુરબાની ઉજાગર કરી હતી. કંઈ કેટલી બાલિકાઓ ભારતમાતાના  રૂપે તો બીજા ભૂલકાઓ દેશના સ્‍વતંત્રતાની લડતમાં મહત્‍વનું યોગદાન આપી પોતાનું જીવન ન્‍યોછાવર કરી દેનારની યશગાથાઓ રજૂ કરી હતી. કદાચ એમણે નિભાવેલી એ ભૂમિકા વિશે તેઓ અજાણ હશે પરંતુ એ કિરદારને તેઓ હંમેશા માટે યાદ રાખી શકશે જેને તેઓએ નાનપણમાં ભજવ્‍યો છે આ પ્રસંગે ભૂલકાઓ દ્વારા જે સેનાનીઓને યાદ કરવામાં આવ્‍યા તે જોઇ ગૌરવ અનુભવાય છે.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:56 am IST)