Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ભાવનગરમાં વહેલી સવારે કડાકા ભડાકા સાથે ભરશિયાળે વરસાદ

વરસાદી માહોલથી ખેડૂતોમાં અને લગ્ન પ્રસંગના આયોજકોમાં ચિંતા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : ગોહિલવાડ પંથકમાં આજે સવારે પાંચ વાગ્‍યે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો.

ᅠકમોસમી વરસાદ થી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્ન પ્રસંગને કારણે ખુલ્લા પ્‍લોટ અને પાર્ટી પ્‍લોટમાં લગ્નના આયોજકો ચિંતામાં મુકાયા છે.

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારના પાંચ વાગ્‍યે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો અને રસ્‍તાઓમાં પાણી ફરી વળ્‍યા હતા. ઠંડીને કારણેᅠજયારે લોકો મીઠી નીંદરમાં સુતા હતા ત્‍યારે વીજળીના કડાકા ભડાકા અને વરસાદથી લોકો સફાળા જાગી ગયા હતા.

કમોસમી વરસાદને કારણે મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્નની સિઝન પૂર જોશમાં હોય ખુલ્લા મેદાનમાં અને પાર્ટી પ્‍લોટમાં યોજાયેલા લગ્ન સમારંભોમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્‍યું છે.

(10:44 am IST)