Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી જીલ્લાની ૬૨ શાળાઓમાં જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે: પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધાનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૨૯/૦૧/૨૦૨૩ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૧૬/૧૦/૨૦૨૨ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ ૬૨ શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

(12:39 am IST)