Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં પત્રકારત્વમાં કારકિર્દી વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાયો

શાળાના વિદ્યાર્થીઓને પત્રકારોએ વિવિધ પ્રશ્નોના જવાબ.

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વમાં કારકિર્દી વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પ્રેસ એસોસીએશનના હોદેદારો સહિતના પત્રકારોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
મોરબી ખાતે કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયા તેમજ વેબ પોર્ટલના પત્રકારો સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારત્વ વિષે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા જેના પત્રકારોએ માહિતીસભર જવાબો આપ્યા હતા પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની માહિતી મેળવી હતી સાર્થક વિદ્યામંદિરના કોમર્સના વિદ્યાર્થીઓ માટે સેમીનાર યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પ્રેસ એસોના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું
સાથો સાથ આ તકે ઉપસ્થિત સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના હોદેદાર દ્વારા મોરબી પ્રેસ એસોસિયેશનનાં પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિભાઈ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશભાઇ ઓધવિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, પાર્થભાઈ પટેલ તથા તમામ સભ્યોનું સાર્થક વિદ્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઇ જોષી, ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી,નરેન્દ્રભાઇ મેહતા, શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ,સંગઠનમંત્રી હિતેશભાઈ રાજગોર, શિક્ષણ સમીતી સભ્ય મયુરભાઈ શુક્લ, હિરેનભાઈ મેહતા, સચિનભાઈ વ્યાસ, મિલનભાઈ ભટ્ટ, વિશ્વાસભાઈ જોષી, મોરબી તાલુકા પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ વગેરેના હસ્તે પત્રકારોનું સન્માન કરાયું હતું.

(11:42 am IST)