Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ગોંડલમાં જૂના વાસણો પાલીસકામ માટે આપ્યા બાદ પરત ન આપતા ગીરીશભાઇ પરમાર સાથે ૧.૫૦ લાખની ઠગાઇ

દુકાનદાર કિશોરભાઇનું કોરોનાથી મૃત્યુ થયા બાદ તેના પરિવારજનોએ જુના વાસણ પરત ન આપ્યા : મીના, ચિરાગ, નિશા અને મુકુંદ સામે લેખિત ફરિયાદ

ગોંડલ તા. ૨૮ : ગોંડલના ભગવતપરામા રહેતા અને વેપાર કરતા ગીરીશકુમાર બચુભાઇ પરમારે પોતાના પુરખોના સંભારણા સમા જુના કિંમતી ઠામ વાસણ કંસારાની દુકાન મા પાલીસકામ તથા રીપેરીંગમા આપ્યા બાદ પરત નહી કરી છેતરપીંડી કરતા કંસારા વેપારીના પરીવાર સામે સીટી પોલીસમાં રજુઆત કરી છે.

ગોંડલ પોલીસ મથકમાં કરેલી રજુઆતમા ગીરીશકુમાર પરમારે જણાવ્યુ કે મોટી બજાર દરબાર ચોક મા આવેલ કંસારા કિશોરભાઈ દયાળજી બુધ્ધભટ્ટીની વાસણની દુકાને અમારા બાપદાદા સમયના જુના ઠામ વાસણ જેની કિંમત અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦ થાય છે તે પાલીસકામ તથા રીપેરીંગમા આપ્યા હતા.

દરમ્યાન દુકાનદાર કિશોરભાઈનુ કોરોનામા મૃત્યુ થતા દુકાનનો કારોબાર તેમના પરિવારના ભોજરાજપરા અંબીકા નગરમા રહેતા મીનાબેન, ચિરાગભાઇ, નિશાબેન તથા વિરપુર રહેતા મુકુંદભાઇ ભરથેરા એ સંભાળેલ હોય અમો એ અમારા કિંમતી વાસણો પરત કરવા કહેતા ઉપરોકત વ્યકતીઓ એ હાથ ઉંચા કરી દઇ વાસણ નથી આપવા તેવુ કહી ઉલ્ટાની ધમકીઓ આપી પોતે દલીત હોય જ્ઞાતિ પ્રત્યે અપમાનીતઙ્ગ કરી હડધુત કર્યા હતા. છેલ્લા આઠ માસથી વાસણો પરત નહી કરી છેતરપીંડી કર્યા નુ જણાવ્યુ હતુ. ગીરીશકુમાર પરમારેઙ્ગ ડીવાયએસપી તથા જીલ્લા પોલીસ વડાને પણ આ અંગે લેખીત રજુઆત કરી છે.

(11:40 am IST)