Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબી પાલિકાના પરચેઝ કમિટીના ચેરમેન પ્રભુભાઈ ભૂત દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન.

મોરબી ૭૨” મો એક દિવસીય નિ:શુલ્ક પ્રેરક નિદાન, સારવાર કેમ્પ તથા નિઃશુલ્ક કોરોના ટેસ્ટ તેમજ કોરોના વેકસીન કેમ્પ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારિયાના સૌજન્યથી આગામી તારીખ ૩૦/૦૧ નાં રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી જનક્રાંતિ ન્યુઝ એજન્સી, ૨/૩ લાતી પ્લોટ, મોરબી ખાતે બિપીનભાઈ વ્યાસ અને પાલિકાના પરચેઝ કમિટીના ચેરમેન પ્રભુભાઈ ભૂતનાં સૌજન્યથી ડો. હસ્તીબેન મહેતાનાં અધ્યક્ષ સ્થાને ૭૨”માં એક દિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે .જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ છે સાથો સાથ દાતાશ્રીઓનાં સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખનું ચેક અપ કરી આપવામાં આવશે.તેમજ ત્રણ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે મોરબીનાં સેવાભાવી તબીબ ડો. હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે મોરબીમાં દાતાઓના સહયોગથી જુદા જુદા સ્થળે આ પ્રકારે નિશુલ્ક નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા દર્દીઓને દાતાઓ તરફથી અનુરોધ છે

(11:28 am IST)