Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

નેશનલ ગર્લ ચાઇલ્ડ-ડે સેલીબ્રેશન નિમિતે 'હમારી બેટી હમારી શાન' અંતર્ગત લોધીકાની ખુશી પેઢડિયા ઝળકી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૮: નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે સેલિબ્રેશન નિમિત્તે હમારી બેટી હમારી શાન પ્રોગ્રામ અંતર્ગત નેશનલ લેવલ પર ટોટલ દેશની ૭૫ દીકરીઓ ને ઓનલાઇન પ્લેટફોર્મ થી ૨૪/૧૨/૨૨ના સન્માનિત કરવામાં હતી. જેમાં ગુજરાત રાજયની કુલ ૩ દીકરીઓ અને એ પૈકી એક દીકરી આપણાં લોધીકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાની ધો. ૮ ની વિદ્યાર્થીની ખુશી પેઢડિયા છે જે ખૂબ સરાહનીય બાબત છે.

આ દીકરી સાથે ૨૪ તારીખે સવારે ૧૦:૩૦ કલાકે Res.SPD મેડમ & Addi.SPD મેડમ વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે નેશનલ લેવલથી વર્ચ્યુઅલ માધ્યમથી સન્માનિત કરવામાં આવી હતી .જેમાં પ્રેરણાદાયી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંના મહિલા વૈજ્ઞાનિક ટેસી થોમસ મેડમ, આઈએએસ ઓફિસર ઈરા સિંઘલ મેડમ, આઇપીએસ ઓફિસર અંકિતા શર્મા મેડમ, ફાઈટર પાઈલટ લેફ્ટનન્ટ ભાવના કાન્ત મેડમ, કાન્તા સિંગ મેડમ તથા સેક્રેટરી education department of school and literacy તથા CIET and NCERT ડાયરેકટર રેની સેન મેડમ દ્વારા અભિનંદન પાઠવેલ હતા. ભવિષ્યમાં આ દીકરી પોતાનું સ્વપ્ન મહિલા વૈજ્ઞાનિક બનવા નું પૂર્ણ કરે અને ભારતનું નામ રોશન કરે અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પેઢડિયા ખુશીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વિજ્ઞાન ભારતી સ્પર્ધામાં ભાગ લીધો છે.

મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત નેશનલ સાયન્સ ડે સ્પર્ધામાં ભાગ લીધેલ છે. વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનમાં રાજયકક્ષા સુધી પહોંચેલ છે. વર્લ્ડ સ્પેસ વીકમાં સેલિબ્રેશનમાં રોકેટ મોડેલિંગમા ભાગ લીધેલ છે. વર્લ્ડનો ટોબેકો ડે જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધેલ છે. ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરમાં વિજ્ઞાન કિવઝ, વિજ્ઞાન મોડલમા ભાગ લીધેલ છે. વિજ્ઞાન ગુર્જરીમાં આપણા વૈજ્ઞાનિકો તથા વૈજ્ઞાાનિક કવિતા બનાવવામાં ભાગ લીધેલ છે. વિજ્ઞાન વિદ્યાર્થી મંથનમાં ભાગ લીધેલ છે.

સન્માનિત થનાર વિદ્યાર્થીનીને માર્ગદર્શન પૂરુ પાડનાર વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા તથા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(10:26 am IST)