Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ચોરવાડમાં કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના ઘર પર અજાણ્યા શખ્શોનો પથ્થરમારો : ખળભળાટ

સિક્યુરિટી ઓફિસ અને ઘરના કાચ તૂટ્યા : પથ્થરમારો કરી અજાણ્યા શખ્શો ફરાર : પોલીસ ફરિયાદ દાખલ

સોમનાથ જિલ્લામાં ચોરવાડમાં કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના ઘર પર અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અજાણ્યા શખ્શોએ કરેલ પથ્થરમારામાં ચોરવાડના નિવાસ સ્થાને  સિક્યુરિટી ઓફિસ અને ઘરના કાચ તૂટ્યા છે  પથ્થરમારો કરી અજાણ્યા શખ્શો ફરાર થયા છે આ અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે

(8:03 pm IST)