Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમરેલી જિલ્લા પંચાયત કચેરીની વિવિધ શાખાઓની જિલ્લા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાતઃ

અમરેલી : જિલ્લા પંચાયત કચેરીની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ ખુલતી કચેરીએ સમયસર નિયમિત આવે તથા સાંજના સમયે નિયમિત જવા બાબતે અવાર-નવાર ઉચ્ચ અધિકારીશ્રી દ્વારા વિવિધ શાખાઓની ઓચિંતી મુલાકાત કરતા હોય છે. જેથી કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે સક્રિય રહે છે. અને સમયમર્યાદામાં તેઓની કામગીરી પૂર્ણ કરે છે. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયતની તમામ શાખામાં જઇ કર્મચારીઓની હાજરી તેમજ હાજરી રજીસ્ટરમાં સહી થયેલ છે કે કેમ ? તેમજ કર્મચારીની સાચી અને હકીકત વિગત દર્શાવતુ બાયોમેટ્રીક થમ્પ ઇપ્રેશનથી હાજરી થયેલ છે કે કેમ ? અને નિયમિત બાયોમેટ્રીક થમ્પથી હાજરી સુનિશ્ચિત કરવા તમામ શાખા અધિકારીશ્રીઓને અને કર્મચારીઓને સુચના આપવામાં આવી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ગ્રામ પંચાયત પેટા ચુંટણી -૨૦૨૧ ચાલી રહેલ જે બાબતે કોઇ શાખાધિકારીશ્રીની પૂર્વ મંજુરી વગર રજા પર ન જાય તે બાબતે પણ તમામ અધિકારીશ્રી/ કર્મચારીઓને સજાગ કરવામાં આવ્યા છે.

(1:17 pm IST)