Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ર૦૧રમાં પટેલ કોલોનીના ચર્ચીત પ્રેમ પ્રકરણ મર્ડર કેસનો જામીન ઉપર ફરાર આરોપી ડાભીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ :.. જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ. સી. બી.ના ઇન્ચાર્જ પો. ઇન્સ. એસ. એસ. નિનામા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો. સ. ઇ. એ. એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો-નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા તથા કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નં. પપપ-ર૦૧ર ઇ. પી. કો. કલમ-૩૦ર વિગેરે  મુજબ ગુનાનો આરોપી જે જામનગર જિલ્લા જેલના કાચા કામના કેદી નં. ૮-ર૦ર૧ હરીશ રામજીભાઇ ડાભી રહે. જુના નાગના ગામ વાળો વચગાળાના જામીન પર છૂટી તા. ૧૭-૧૦-ર૦ર૧ થી ફરાર હોય જે હાલ બેડ ગામની વાડી વિસ્તારમાં રહેતો હોવાની હકિકત વાળી જગ્યાએથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા જેલ જામનગર ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ-ફર્લો સ્કવોર્ડના પો. સ. ઇ. એ. એસ. ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ એમ. જાડેજા, ગજેન્દ્રસિંહ  જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ. મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(1:15 pm IST)