Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કચ્છના જખૌ અને ઓખા વચ્ચે દરિયામાં બે મહાકાય જહાજો વચ્ચે ટક્કર

હોંગકોંગ અને ફિલિપાઈન્સથી બન્ને જહાજ કંડલા આવતાં હતાં, કોસ્ટગાર્ડ મદદે, દરિયામાં પ્રદૂષણ ફેલાતું અટકાવવા "સમુદ્ર પાવક" જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સતર્કતા સાથે પેટ્રોલિંગ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેના જખૌ તેમ જ ઓખા વચ્ચેના દરિયામાં બે જહાજો વચ્ચે ટકાર સર્જાઈ છે. ભારતીય કોસ્ટગાર્ડની સત્તાવાર યાદી પ્રમાણે ગઈ કાલે રાત્રે ૯/૩૦ વાગ્યે એમ.વી. એવીએટર અને એમ.વી. એટલાન્ટિક ગ્રેસ નામના બે મહાકાય જહાજો વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ ઘટના બાદ તુરત જ મુન્દ્રા અને ઓખા થી કોસ્ટગાર્ડના બે શીપ મદદે પહોંચ્યા હતા. જ્યારે આ જહાજોની ટક્કરથી દરિયામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે કોસ્ટગાર્ડ સતર્ક છે. દરિયામાં પર્યાવરણ માટે જાગૃત કોસ્ટગાર્ડનું "સમુદ્ર પાવક" જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું છે. તેમ જ હેલિકોપ્ટર દ્વારા પણ નજર રખાઈ રહી છે. જહાજ એમ.વી.એવિએટર એ ફિલિપાઇન્સથી બલ્ક કાર્ગો ભરીને કંડલા પોર્ટના તુણા બોયા ખાતે જ્યારે અને એમ.વી. એટલાન્ટા હોંગકોંગથી ઓઈલ ભરીને કંડલા પોર્ટ  ઉપર આવી રહ્યું હતું. કોસ્ટગાર્ડના જણાવ્યા પ્રમાણે ઓખાથી ૧૦ નોટિકલ માઈલ દૂર મધદરિયે બે જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જહાજ એમવી એટલાન્ટિકા ગ્રેસમાં ૨૧ ભારતીય ક્રુ મેમ્બર જ્યારે એમવી એવિયેટર ૨૨ ફિલિપાઇન્સ ક્રુ મેમ્બર છે. હાલના તબક્કે કોઈ વધુ નુકસાનીના સત્તાવાર સમાચાર નથી.

(1:01 pm IST)