Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ખંભાળિયાના નાના આસોટા ગામે જુના મનદુઃખ સંદર્ભે યુવાનની કરપીણ હત્યા : બે ભાઇઓ સામે ફરીયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૭ :  ખંભાળિયાથી આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલા નાના આસોટા ગામે રહેતા કરસનભાઇ સગાભાઇ આંબલીયા નામના આશરે ૪૦ વર્ષના યુવાનને આ જ ગામના રહીશ એવા દેવલો ઉર્ફે દેવાણંદ કરસન ખંટી સાથે થોડા સમય  પહેલા કોઇ બાબતે બોલાચાલી થઇ હતી આ બાબતનું મનદુઃખ રાખી, દેવલો ઉર્ફે દેવાણંદ ખૂંટી તથા તેનો ભમાઇ હકો ઉર્ફે જીવા કરશન ખૂંટી ગઇકાલે શુક્રવારે હકા મહારાજના ખેતરની બાજુમાં કામ કરી રહેલા શ્રમિ યુવાન એવા કરસનભાઇ સગાભાઇ આંબલીયા ઉપર ધોકા વડે તૂટી પડયા હતા અને બંને ભાઇઓએ કરસનભાઇને બેફામ માર મારતાં તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંથી વધુ સારવાર અર્થે થઇ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી ચૌધરી તથા પી.આઇ. જુડાલ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજા હમીરભાઇ સુમાતભાઇ આંબલીયા (ઉ.વ.રપ, રહે. નાના આસોટ) ની ફરીયાદ ઉપરથી મનુષ્ય વધની કલમ ૩૦ર, સાથે ૧૧૪ તથા જી.પી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, બંને આરોપીઓની ગત રાત્રે જ અટકાયત કરી લીધી હતી.

હત્યાના આ બનાવે નાના એવા આસોટા ગામમાં ભારે ચકચાર જગાવી છે. 

(12:51 pm IST)