Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવત

નલીયા ૧૩.૨, અમરેલી-૧૪, જામનગર -૧૬ રાજકોટ ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ,તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવત છે. આજે કચ્છના નલીયામાં ૧૩.૨ ડિગ્રી, અમરેલી ૧૪ ડિગ્રી,જામનગર ૧૬ ડિગ્રી, રાજકોટમાં ૧૬.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે.
દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડકના અસર વર્તાયા બાદ સુર્યનાયરાણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોર ગરમીની અસર વધુ અનુભવાય છે.
વાંકાનેર
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર :બે માસ પૂર્વે ‘ગુલાબ’ વાવાઝોડુ પડખે થી પસાર થઇ ગુજરાત હેમખેમ રહ્યુ હતુ એ સમયે બંગાળની ખાડી અને બાદમાં હિંદ મહાસાગરની સિસ્ટમમાં સાયકલોનની સ્થિતિ જેવુ વાતાવરણ ઉંદભવેલુ અને તે સમયે તે સંભવિત વાવાઝોડાનું નામકરણ ‘જવાદ’ ત્રાટકશે. તેવી ભીતિ ઉંજાગર થઇ હતી. જો કે એ સિસ્ટમ્સ ડીપ ડીપ્રેશનથી સાયકલોન બની શકે ન હોતી પણ હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર-ડીપ્રેશન તથા વેલમાર્ક લો પ્રેશર પામી ચુકેલ સિસ્ટમ  વાવાઝોડામાં પરીવર્તિત થવાની સંભાવના દર્શાવાઇ રહી હોય, એ વાવાઝોડુ કે જેનુ નામકરણ સાઉંદડી અરેબીયા દ્વારા અપાયુ છે. તે ‘જવાદ’ આકાર લઇ રહ્યુ છે. જે દેશના દક્ષિણ-પૂર્વ તટીય વિસ્તારોમાં ભારે વરસાદ-તબાહી સર્જી શકે છે. જો કે આ વાવાઝોડાનો સંભવિત ટ્રેક ઉંતર તરફ ફંટાયે તેની અસર ગુજરાત સુધી તો નહીં પહોંચે પરંતુ અરબ સાગર સ્થિત લો પ્રેશર સિસ્ટમ કદાચ ગુજરાતમાં કેટલાક સ્થળોએ કમોસમી છાંટા આવનારા દિવસોમાં વરસાવી શકવાની સંભાવના રહે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૧ મહતમ, ૧૬ લઘુતમ, ૫૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
ક્યાં કેટલી ઠંડી
શહેર    લઘુત્તમ તાપમાન     
અમદાવાદ    ૧૭.૫    ડિગ્રી
અમરેલી    ૧૪.૦    ,,
વડોદરા    ૧૫.૪     ,,
ભાવનગર     ૧૭.૮    ,,
ભુજ    ૧૭.૪     ,,
ડીસા     ૧૭.૨    ,,
દ્વારકા    ૨૦.૬    ,,
જામનગર    ૧૬.૦    ,,
કંડલા    ૧૭.૧    ,,
નલીયા     ૧૩.૨    ,,
ઓખા     ૨૧.૦    ,,
પોરબંદર    ૧૫.૫    ,,
રાજકોટ     ૧૬.૬    ,,
સુરત     ૧૯.૨    ,,
વેરાવળ    ૧૮.૬    ,,

 

(11:59 am IST)