Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

બાળ કુપોષણ સારવાર કેન્દ્ર દ્વારકાન મુલાકાત

  દેવભૂમિ દ્વારકા : જિલ્લામા કુપોષણને દુર કરવાના ભાગરૂપે નયારા એનર્જીના આર્થિક સહયોગ તેમજ IIPHG અને JSI  R&Tના સંયુકત પ્રયાસથી પ્રોજેકટ તુષ્ટિનુ અમલીકરણ કરવામા આવી રહ્યુ છે. જે અંતર્ગત દ્વારકા તાલુકાના સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામા આવી. આ તકે જિલ્લાના CDHO, RCHO તેમજ તાલુકાના THO, CDPO અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ નયારા એનર્જીના પ્રતિનિધિઓ અને પ્રોજેકટ તુષ્ટિની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લાઅ વિકાસ અધિકારીએ CMTCમાં આપવામાં આવી રહેલ વિવિધ સેવાઓની જાણકારી મેળવી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી મળતી સુવિધાઓ વિશેના પ્રતિભાવો જાણ્યા હતા. જિલ્લો આરોગ્યય અધિકારીશ્રીએ આ યોજનામાં વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે જોવા જણાવ્યુંશ હતું તેમજ અધિકારીશ્રીઓ દ્વારા પ્રોજેકટ તુષ્ટિ ટીમની કામગીરીને બિરદાવી ટીમને પ્રોત્સાહિત કરી હતી.

(11:48 am IST)